નર્મદા તટે પોઇચા ખાતે આવેલ હનુમંતશ્વર ખાતે ભારતના સૌથી મોટા ઓલ્ડેજ હોમ ની લાઇબ્રેરીમાં લર્નિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
અમેરિકા નિવાસી એનઆરઆઈ સુરેન્દ્ર બારોટે લાયબ્રેરીના ફોટાનું અનાવરણ કરીને સેન્ટરને ખુલ્લું મૂકયું : અમેરિકા નિવાસી ભાલોદ ના એનઆરઆઈ બારોટ પરિવારે લાઇબ્રેરીમાં પુસ્તકો માટે દાન આપી જ્ઞાનની ગંગા વહાવી. : આ દાનમાંથી લાઇબ્રેરીમાં સમલીગીકો માટે વિવિધ વિષયના વિવિધ ભાષામાં પુસ્તકો મુકાશે. – યુવરાજ
પોતાના પુત્ર નું મગર હમલામાં મોત થયા બાદ પુત્રની યાદમાં અમેરિકા રહેતા પિતા સુરેન્દ્ર બારોટે યુવરાજે બનાવેલ ઓલ્ડેજ હોમ માટે કશું કરવાની તમન્ના વ્યકત કરી.

નર્મદા તટે પોઇચા ખાતે આવેલ હનુમંતશ્વર ખાતે યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ દ્વારા તૈયાર કરેલા ભારતના સૌથી મોટા ઓલ્ડેજ઼ હોમ લાઇબ્રેરીમાં લર્નિંગ સેન્ટરનું ઉદઘાટન અમેરિકા એનઆરઆઈ દ્વારા કરાયુ હતું . ભાલોદ નિવાસી અને હાલ અમેરિકા રહેતા સુરેન્દ્ર બારોટ અમેરિકાથી ખાસ ભારત આવ્યા હતા. અને પોઇચા પાસે આવેલા યુવરાજ માનવેન્દ્રસિંહ દ્વારા તૈયાર કરેલ ઓલ્ડેજ઼ હોમમાં એક નવી લાયબ્રેરી શરુ કરવા જઈ રહ્યા છે. જેમાં દેશ-વિદેશના પ્રવાસીઓ બધી પુસ્તકો વાંચી શકે અને ટાન મેળવી શકે તે માટે વિવિધ ભાષાના પુસ્તકો અને આજે લર્નિંગ સેન્ટરનું ઉદઘાટન કરાયું હતું સુરેન્દ્ર બારોટ ના ફોટા નું અનાવરણ કરીને લઇ ને ખુલ્લું મૂકયું હતું.

આ અંગે યુવરાજ માનવેન્દ્રસિંહ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે ભાલોદ એકમાત્ર એવું ગામ છે જે 100 % સંપૂર્ણ સાક્ષર ગામ ગણાય છે. એનઆરઆઈ સુરેન્દ્રભાઈ બારોટના પુત્ર હિતેશ બારોટ નુ મોત થયું હતું. તેમના પિતા સુરેન્દ્રભાઈ યુવરાજના સંપર્કમાં આવતા તેમને યુવરાજની સમલીગીકો માટેની સરાહનીય પ્રવૃત્તિ જોઈને સામલીગીકો માટે કંઇક કરવાની તમન્ના વ્યક્ત કરી હતી, અને તેમને લર્નિંગ સેન્ટરની વાત કરતા તેમને લાઇબ્રેરી માટે પુસ્તકો માટે દાન આપવાની ઈચ્છા વ્યક્ત કરી માતબર દાન આપ્યું હતું.આ તૈયાર થનાર લાઇબ્રેરીના પુસ્તકો માટે દાન આપ્યું છે, આજે સુરેન્દ્રભાઈ બારોટ અમેરિકાથી ભારત આવીને પોઇચા ખાતે હનુમંતશ્વર ખાતે ઓલ્ડ હોમમાં શરૂ થનાર લર્નિંગ સેન્ટરનું ઉદઘાટન કરી ખુશી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે સુરેન્દ્રભાઈ બારોટી ભારતના આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં જીતાડવા તનતોડ મહેનત કરી હતી, તેથી તેમના પુત્ર સ્વ. હિતેશ બારોટના મગર હમલા પ્રકરણમાં મૃત્યુ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરૂચના કલેક્ટરને જાણ કરી મદદ કરી સહાનુભૂતિ દાખવી હતી. તેઓ પીએમને પણ મળ્યા હતા તેમને ઓબામા માટે કામ કર્યું હતું.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )