છોટાઉદેપુર અને વડોદરા જિલ્લા સરપંચ સંઘ દ્વારા ડભોઇ ખાતે તાલુકા સંઘ નું સ્નેહ મિલન સમારંભ યોજાયો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ડભોઇ તાલુકામાં 118 ગામોમાં 83 ઉપરાંત ગ્રામ પંચાયતોના સરપંચ પરિવાર આ સંમેલન માં ભેગા થઈને ગામ ની સમસ્યા હળીમળી ને નિરાકરણ લાવે તે હેતુ સાથે પ્રથમ વખત ડભોઇ તાલુકા સરપંચ સંઘ ના ઉપક્રમે સ્નેહમિલન સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્નેહ મિલન ડભોઇ શિનોર ચોકડી પાસે આવેલ લેઉવા પાટીદાર સમાજની વાળી માં રાખવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડભોઇ ના તાલુકા વિકાસ અધિકારી ડી.જી.દેસાઈ,તાલુકા સરપંચ સંઘ ના પ્રમુખ સુધીરભાઈ બારોટ,વડોદરા જિલ્લા સરપંચ સંઘ ના પ્રમુખ નિખિલભાઈ પટેલ,છોટાઉદેપુર જિલ્લા સરપંચ સંઘના પ્રમુખ વિશાલભાઈ પટેલ,ડભોઇ તાલુકા પંચાયત ના પ્રમુખ હેમંતભાઈ બારોટ,ડભોઇ ના પી.એસ.આઈ આર.એમ.ચૌહાણ સહિત મોટી સંખ્યામાં તાલુકાના સરપંચો હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )