નાંદોદ ના વિરસીંગપરા પ્રાથમિક શાળા ખાતેભારતીય બંધારણ દિવસ ની ઉજવણી કરવામાં આવી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

આજે ૨૬ નવેમ્બરના રોજ ભારતીય બંધારણ દિવસ ની ઉજવણી વિરસીંગપરા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી,

કાર્યક્રમ નું આયોજન નહેરુ યુવા કેન્દ્ર નર્મદા અને આદિવાસી યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન અને કાયદાકીય માર્ગદર્શક ડો પ્રફુલ વસાવા ઉપસ્થિત રહ્યા જેઓ એ ભારતીય બંધારણ ના મૂળભૂત અધિકારો ગામડાઓ મા બેઠેલા છેલ્લા વ્યક્તિ સુધી કેવીરીતે પહોંચે ,દરેક લોકો ના સામાજિક -આર્થિક – રાજકીય- શૈક્ષણિક વિકાસ કેવીરીતે કરી શકાય જે અંગે ના વિચારો રજુ કર્યા હતા,
કાર્યક્રમ મા ધારીખેડા ના સરપંચ કલ્પનાબેન વસાવા, પુર્વ તલાટી ભુપતભાઈ વસાવા, યોગેશભાઈ વસાવા, જેઠાભાઈ વસાવા, અજયભાઈ રાઉત, નરેશભાઈ વસાવા, નિલેશભાઈ વસાવા તથા અન્ય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપલા
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )