સિસોદરા ગામ માં રેતી ની લીઝ ની મંજૂરી મળતા ગ્રામજનોના વિગતને ખાળવા આવતીકાલે સિસોદરા ગામ પોલીસ છાવણીમાં ફેરવાશે

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ટોળાના વિખેરવા ટીયરગેસના સેલ હથિયારો સહિત 175 પોલીસ કુમક ખડકી દેવાશે : સિસોદરા ગામ માં પોલીસ અને ગ્રામજનો આગેવાનો વચ્ચે મીટિંગ કરાઈ : મિટિંગમાં ગ્રામજનોએ ગર્ભિત ચીમકી આવતીકાલે રેતી ખનન માટેની કાર્યવાહી શરૂ થવાની હોવાથી ઘર્ષણના એંધાણ : 175 પોલીસોનો સશસ્ત્ર પોલીસના વાહન અને ટિયરગેસના સેહલતા હથિયાર સાથે પોલીસ આવશે : ગ્રામજનો વિરોધ કરશે તો કાયદેસરની અટકાયત થશે, નર્મદા પોલીસની ચીમકી થી ગ્રામજનોમાં રોષ : ગ્રામજનો રેતીખનન અટકાવશે નહીં પણ કાયદાકીય પ્રક્રિયા કરીને વિરોધ કરી રેતી ખનન પ્રવૃત્તિ અટકાવશે -ઘનશ્યામ પટેલ ચેરમેન નર્મદા સુગર : રેતી લીઝ થી ફરીથી મંજૂરી મળતા વિરોધ કરવા સિસોદરા ગામે ગામની મહિલાઓ રણચંડી બની : ગામમાં પોલીસ આવતા પોલીસ તંત્ર અને ગ્રામજનો આમને સામને આવી જતા તું તું મૈં મૈંના દ્રશ્યો સર્જાયા : મિટિંગ બાદ ઘનશ્યામ પટેલે આગેવાનો ગ્રામજનો એક કલેકટર ની મુલાકાત લીધી : આવતીકાલે સિસોદરા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઇ જશે

સિસોદરા ગામ માં બે વાર નામંજૂર કરી રેતીનું નું ભૂત ફરી ધૂણ્યું છે. રેતી માફિયાઓ અવાર નવાર સક્રિય બનતા તેનો વિરોધ થતો હતો પણ આજે સીસોદરા ગામ માં પોલીસ આવતા પોલીસ તંત્ર અને ગ્રામજનો આમને સામને આવી જતા તું તું મૈં મૈંના દ્રશ્યો સર્જાયા હતા. જેના ડીવાયએસપી રાજેશ પરમાર ની પોલીસ ટીમની સિસોદ્રા આવી હતી. અને આવતીકાલે રેતી અને ગાંધીનગરથી પરવાનગી લઈને એક પાર્ટીને લીઝની કાયદેસરની મંજુરી મળેલ હોવાથી સીસોદરા ગામે ટ્રેકટર, ટ્રકો ભરીને કાયદેસર રેતી ખનન કરવાના હોવાથી ગ્રામજનો વિરોધ ખાંડવા પોલીસ પ્રોટેક્શન માગેલ હોવાથી આવતીકાલે નર્મદા પોલીસનો મોટો કાફલો સિસોદ્રા આવવાનું હોવાથી ગ્રામજનો સાથે મળેલી બેઠકમાં આવતી કાલે કોઈ તોફાની પ્રવૃત્તિ ન થાય તે માટે ચેતવણી આપી હતી, અને જણાવ્યું હતું કે રેતીખનનની પ્રવૃત્તિ અટકાવવા છે, તો તેની અટકાયત કરી શું. તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માટે આવતીકાલે સિસોદરા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઇ જશે.જેમાં એક એસપી, એક મહિલા ડીવાયએસપી, ચાર મહિલા પીઆઇ, ચાર ડીવાયએસપી, મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ મળી વાહનોના કાફલા સાથે સાથે 175 જેટલા પોલીસ ખડકી દેવામાં આવશે. જેમાં કોઈ તોફાન થાય તો ટોળાને વિખેરવા ટીયરગેસના સેલ તેમજ હથિયારો સાથે પોલીસ કુમક સિસોદરા ગામ મૂકી દેવાથી ગામમાં ભયનો માહોલ રચાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર થી લીઝની ઓનરશિપ હરીશભાઈને આપવામાં આવી છે. તે કાયદેસરની હોવાથી તેને કોઈ અટકાવી શકે નહીં. જો કોઈ અટકાવે તો પોલીસને કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ પોલીસે જ સમજાવટથી આવતીકાલે ગ્રામજનો અને કોઈ વિરોધ ન કરવા સમજાવ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત નર્મદાના ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે બેઠકમાં થયેલી ચર્ચા મુજબ આવતીકાલે ગ્રામજનો રેતીખનનની પ્રક્રિયા અટકાવશે નહીં, પણ તેમની સામે કાનૂની પ્રક્રિયા કરી, વિરોધ દર્શાવતા કારણ કે આજદિન સુધીની મંજૂરીનો કોઈ પત્ર ગ્રામપંચાયતને કે ગ્રામજનોને મળેલ નથી. 2017માં સિસોદ્રા ગ્રામ પંચાયતે આજે આ અંગેની જ નહીં આપવા અંગે ઠરાવ કરેલો છીએ છે. આવતીકાલે કોઈ સંઘર્ષ ના થાય અને સાચી હકીકતની જાણ થાય તે માટે નવા નિમાયેલા કલેકટર મનોજ કોઠારી સાથે આગેવાન ઘનશ્યામ પટેલ સહિત ગ્રામજનોએ રાજપીપળા કલેકટર કચેરીમાં બેઠક કરી હતી, અને ગ્રામજનો વતી સાચવતી સાચી હકીકતથી કલેક્ટરને વાકેફ કર્યા હતાં અને આવતીકાલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને શાંતિ માટે અપીલ કરી હતી.
આ અંગે આગેવાન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે જો રેતીખનન થશે તો નદી રીતી ઉલેચવા થી રસ્તો ખલાસ થઈ
જશે વચ્ચે ઓરી ગામ ની પ્રાથમિક શાળા આવે છે, તેને અસર થશે આ રસ્તો ખેતરમાં જવાનો છે, તો ખેડૂત શેરડી કે પેડ કાપવા ખેતરમાં કેવી રીતે જશે અહીં આદિવાસીઓના ઘર આવેલા છે. ચોમાસામાં ખોદવાથી નર્મદાના પાણી ગામમાં ઘુસી આવવાની ભીતિ વ્યક્ત કરી હતી.
આ બાબતે ગત જૂન માસમાં ગ્રામજનોએ રેલી કાઢી કલેક્ટરને આવેદન આપી લીઝ નામંજૂર કરવા ગ્રામજનોએ ઉગ્ર આંદોલન કર્યું હતું. હવે ફરીથી નર્મદા કિનારે રેતીની લીઝ ચાલુ કરવાના ચક્રો પુનઃ ગતિમાન થતા ગગ્રામજનો રોષે ભરાયા હતા અને વિરોધ પ્રગટ કર્યો હતો.નાંદોદ તાલુકાના સિસોદરા ગામ માં બે વાર કલેક્ટરે ના મંજુર કરેલ લીઝ ને પુનઃ સરકાર માંથી મંજૂરી મળતા ગ્રામજનો વિફર્યા હતા. તાત્કાલિક અસરથી લીઝ નામંજૂર કરી રેતીખનનની પ્રવૃત્તિ થી ગામના પર્યાવરણને મોટું નુકસાન થતાં થાય તેમ હોવાથી આજ ગામની મહિલાઓ રણચંડી બની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગામના આગેવાનો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ગ્રામજનોએ લીઝ ની મંજૂરી સ્થળ તપાસ અને ગામની મંજૂરી સ્થળ તપાસ અને ધાર્મિક કાર્યક્રમો ઉજવાય છે. રેતી વહન માટે રસ્તા માટે ગ્રામ પંચાયતની મંજૂરી લીધેલી ન હોવાનું જણાવી વિરોધ કર્યો હતો.
ગ્રામજનોએ જણાવ્યું હતું કે અમારું ગામડું વિસ્તારમાં આવેલ છે. ચોમાસાની ઋતુ દરમિયાન નદીના પાણીના લીધે ઘણીવાર ગામ લોકોનું સ્થળાંતર કરાવેલ છે. જેનો રેકોર્ડ મામલતદાર અને કલેક્ટરની કચેરીમાં પણ છે, નદીના પટમાંથી રેતી ખનન કરવામાં આવે તો નદીનું વહન બદલાઈ શકે કેમ છે. ચોમાસાની ઋતુ દરમિયાન નર્મદાનું પાણી ગામમાં આવવાની શક્યતા વધી જાય તેમ છે. ચોમાસા દરમિયાન કરજણ અને ઓરસંગ નદીનું પાણી પણ આ નદીમાં આવે છે. જેથી પૂરનું સંકટ વધારે છે. નદી કિનારાનો પટ અમારા ગામ થી અડીને આવેલો છે. જેથી સિસોદરા ગ્રામજનોએ જણાવ્યું છે કે આ લીઝને નામંજુર કરવામાં આવે તેવી માંગ કરી હતી.
રિપોર્ટ: જ્યોતી
જગતાપ, રાજપીપળા
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )