સાર્વજનિક હાઈસ્કૂલ કાવીમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત રેલી નું આયોજન કરવામાં આવ્યું

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

મનમંચ ન્યૂઝ……પાલેજ ………..સલીમભાઈ દ્વારા……

સાર્વજનિક હાઈસ્કૂલ કાવીમાં તારીખ 25 અને 26ના રોજ ઈકો ક્લબના કનવીનર પટેલ કદીર સiહેબ અને NSS યુનિટ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ સંસ્થા બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી (BNHS) દ્વારા આયોજિત અને ONGC કંપનીનાં આર્થિક સહયોગથી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત કાવી ગામ માં તારીખ 25ના રોજ એક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ગામનાં સરપંચ સાહેબના હસ્તે લીલી ઝંડી આપી ને પ્રસ્થાન કરાવ્યું. આ રેલીમાં આશરે 150 વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. રેલીનો મુખ્ય હેતુ ગામના લોકોમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ લાવવા માટેનો હતો. વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અંગેના સુત્રો પોકાર્યા હતાં.
જયારે બીજા દિવસે આશરે 80 જેટલા વિદ્યાર્થી અને સ્વયંસેવકો દ્વારા કંબોઈના દરિયા કિનારે સફાઈ કરવામાં આવી હતી. સફાઈ દરમિયાન એકઠા થયેલ ઘન કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાનમાં અનોખું યોગદાન આપ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવામાં આચાર્ય શ્રી અને શિક્ષકોનો સહયોગ સરાહનીય અને બિરદાવવા લાયક હતો. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી તરફથી વિદ્યાર્થીઓને કીટ તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )