અજિત પવારે નાયબ મુખ્યમંત્રી પદે આપ્યું રાજીનામું : શું ફરીથી એનસીપીમાં જોડાશે…?

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

સીએમ દેવેંદ્વ ફડણવીસ સાથે ડેપ્યુટી સીએમ પદની શપથ લેનાર અજિત પવારનું વલણ ફરી એકવાર બદલાતું જોવા મળ્યું છે. જોકે સીએમ દેવેંદ્વ ફડણવીસે સોમવારે સાંજે એક દુષ્કાળ, પૂર અને ઇમરજન્સી મેનેજન્સી લઇને એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી.

મુંબઇ : સીએમ દેવેંદ્વ ફડણવીસ સાથે ડેપ્યુટી સીએમ પદની શપથ લેનાર અજિત પવારનું વલણ ફરી એકવાર બદલાતું જોવા મળ્યું છે. જોકે સીએમ દેવેંદ્વ ફડણવીસે સોમવારે સાંજે એક દુષ્કાળ, પૂર અને ઇમરજન્સી મેનેજન્સી લઇને એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. આ દરમિયાન દેવેંદ્વ ફડણવીસની ખુરશી ખાલી પડી હતી, જે ડેપ્યુટી સીએમ માટે રિઝર્વ હતી. જે ખાલી પડી હોવાથી અટકળો લગાવવામાં આવી રહી હતી કે અજિત પવાર ફરી પોતાનું વલણ બદલી શકે છે. શું તે ફરીથી એનસીપી તરફ વળશે? આ બધી અટકળોનો અંત આવી ગયો છે અને અજિત પવારે નાયબ મુખ્યમંત્રી પદે રાજીનામું આપી દીધું છે.

મીડિયા સાથે વાત કરશે ફડણવીસ…
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેંદ્વ ફડણવીસ આજે બપોરે સાડા ત્રણ વાગે પ્રેસ કોફરન્સ કરશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ફડણવીસ પહેલીવાર મીડિયા સાથે વાતચીત કરશે. સૂત્રોનું માનીએ તો દેવેંદ્વ ફડણવીસ આ પીસીમાં રાજીનામાની જાહેરાત કરશે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )