સ્થાનિક આદિવાસીઓ સાથે અન્યાય થતા રાજપીપળામાં કલેકટરને યુવા શક્તિ યુવક યુવતીઓ દ્વારા આવેદનપત્ર અપાયું

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
નર્મદા જિલ્લાના આદિવાસી યુવા શક્તિ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને શ્રેષ્ઠ ભારત ભવન ટિકિટબારી પર વિવિધ એજન્સીઓ કામ કરતા સ્થાનિક આદિવાસીઓ સાથે અન્યાય થતા રાજપીપળામાં કલેકટરને યુવા શક્તિ યુવક યુવતીઓ દ્વારા આવેદનપત્ર અપાયું.
કોઈપણ જાતની નોટીસ આપ્યા વગર છૂટા કરી દેવાતા રોષ.
એજન્સી બદલાય ત્યારે અહીંના લોકલ માણસો ને છૂટા કરીને પગારની રકમ માં પણ કાપ મુકતા હોવાનો આક્ષેપ.
નર્મદા જિલ્લાના આદિવાસી યુવા સમિતિ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને શ્રેષ્ઠ ભારત ભવન મા ટિકિટબારી પર વિવિધ એજન્સીઓ માં કામ કરતાં સ્થાનિક આદિવાસીઓ સાથે અન્ય થતો હોય અને તેમને ત્રણ માસનો પગાર આપ્યા વિના નોકરીમાંથી છૂટા કરી તેમની જગ્યા અન્ય સ્થાનિક એજન્સીઓને નોકરી પર રાખી દેતા નર્મદા યુવાશક્તિ ના કર્મચારીઓ રોષે ભરાયા હતા અને રાજપીપલા ખાતે જીલ્લા કલેકટરને યુવા શક્તિ યુવક યુવતીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનમાં જણાવ્યું છે કે નર્મદાના કેવડીયા કોલોની ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને શ્રેષ્ઠ ભારત ભવન માં ટિકિટબારી પર વિવિધ એજન્સીઓ પર કામ કરતાં સ્થાનિક આદિવાસીઓ કર્મચારીઓ ફરજ બજાવતા હતા પરંતુ એમની જગ્યા પર અન્ય એજન્સીને કામ આપી દેતા સ્થાનિક કર્મચારીઓને છૂટા કરી દેતા રોજગારી વિના રઝળી પડતાં સ્થાનિક કર્મચારીઓમાં રોષ ની લાગણી ફેલાઈ છે આ બાબતે રોષ વ્યક્ત કરતા જણાવ્યું છે કે અમે સ્થાનિક આદિવાસીઓ અસરગ્રસ્ત છીએ અમને છેલ્લા ત્રણ માસથી પગાર ચૂકવવામાં આવ્યો નથી. અને સ્ટેચ્યુના નિર્માણ તે સ્થાનિકોને રોજગારી મળે એવા હેતુ સરકારનો હતો પણ સ્થાનિક કચેરીના વહીવટી કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસિસ્ટન્ટ કમિશનર દુબઈ ની રજૂઆત કરતા તેમણે જણાવેલ છે કે એજન્સીના અધિકારી તમને રાખવાની ના પાડે છે.
આ અંગે ડાભી આશિષે જણાવ્યું હતું કે કોઈ પણ જાતની નોટીસ આપ્યા વગર છૂટા કરી દેવામાં આવે છે, એજન્સી બદલાય ત્યારે અહીંના લોકલ માણસો ને છૂટા કરી દેવાય છે. અને પગારની રકમ માં પણ કાપ મૂકાયો છે. અમારી જમીન ગુમાવનાર નોકરીમાંથી છૂટા ન કરવા અપીલ કરીએ છીએ કારણ કે સરકાર પ્રોજેક્ટ જે બનાવે છે. તે આદિવાસી અસરગ્રસ્ત ની જમીન બનાવે છે. જે માટે અમારું મોટું બલિદાન હોય અમને છૂટા ન કરતા ફરીથી કામ પર લેવા રજૂઆત કરી હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )