ધાનેરાના વીંછીવાડી ગામની પ્રા. શાળાનાં શિક્ષિકાની ફરિયાદના પગલે શિક્ષક સસ્પેન્ડ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

રખેવાળ ન્યુઝ ધાનેરા : ગુજરાતનું પ્રાથમિક વિભાગનું શિક્ષણ દિવસે દિવસે બદનામ થઈ રહ્યું છે. જયારે વધુ એક બનાવે પ્રાથમિક શાળામાં શિક્ષકો શિક્ષણ સિવાય બીજી કંઈ પ્રવૃત્તિમાં વધુ રસ દાખવે છે એ વાત પર થી પરદો ઊંચકી ગયો છે. ધાનેરા તાલુકાના વીંછીવાડી ગામમાં આવેલ પ્રાથમિક શાળા ના એક શિક્ષકને ચારિત્ર બાબતે ફરજ મુક્ત કરાયો છે. ગુજરાત સરકાર પ્રાથમિક શાળાના શિક્ષણ ની ગુણવત્તા સુધારવા માટે નત નવા પ્રયાસો કરે છે. જયારે કેટલીક પ્રાથમિક શાળામા શિક્ષક શિક્ષિકા પ્રેમ લિન જાણતા બાળકોને મળતા શિક્ષણના લિરે લિરા ઉડી રહ્યા છે. આજે પણ કઈ કેટલીય શાળા મા બાળકો રામભરોસે અભ્યાસ કરી રહ્યા છે. શાળામાં આવતી મહિલા શિક્ષિકા બહેન સુ શાળા મા સુરક્ષિત છે કે કેમ આ મામલે હાલ માજ ધાનેરા તાલુકાના વીંછીવાડી પ્રાથમિક શાળા ના એક શિક્ષિકા બહેને આપ વીતી પોલીસ ને સંભળાવી ફરિયાદ કરી છે. બહેનના જણાવ્યા અનુસાર આજ શાળા મા છેલ્લા ૮ વર્ષ થી શિક્ષક ની ફરજ નિભાવતા કિરણ ચૌધરી નામના શિક્ષકે ગત ૧૨ જૂન ના રોજ માં આ શિક્ષિકા બહેન ને મોબાઈલ વોટશોપ બાબતે સંદેશ મોકલેલા વારંવાર વોટ્‌સએપ પર સંદેશ આવતા આખરે આ શિક્ષકા બહેને શાળા ના આચાર્ય આ બાબતે રજુઆત કરેલ જેથી શાળા ના આચાર્યએ નોટિસ પાઠવી ખુલાસો માંગતા શિક્ષક કિરણે હવે મોબાઈલ દવારા હેરાન નહિ કરે આવી ખાતરી આપતા મામલો શાંત પડ્‌યો હતો.
જો કે ગત બે ઓક્ટોમ્બર ના રોજ ગાંધી જયતી ના કાર્યક્રમ ની ઉજવણી કરી પોતાના એક્ટિવા વાહન લઈ ધાનેરા તરફ આવતા કોટડા ધાખા ગામ નજીક શિક્ષક કિરણએ શિક્ષિકા ને ઉભી રાખી તેનો હાથ પકડેલ તેમજ આચાર્યને કેમ મારા વિશે રજુઆત કરી તારે મારા તાબે થવું પડશે તેમ કહી શિક્ષકો ને ભૂંડી ગાળો બોલી હોવાની ફરિયાદ ધાનેરા પોલિશ મથકે કરી છે. જયારે ધાનેરા પોલિશએ પણ બાબતે ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે. જયારે આ તરફ આખલો મામલો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી એ પહોંચતા જિલ્લા.શિક્ષણ વિભાગે પણ આ મામલે ગંભીરતા દાખવી શિક્ષક ક્રિરણ ચૌધરી પર નેતિક અધઃપતનની પોલીસ ફરિયાદના આધારે ફરજ મોકૂફ કરી વાવ તાલુકામાં મોકલી દીધેલ છે. ધાનેરા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી બી એમ ગુર્જરે જણાવ્યું હતું કે આવી અન્ય કોઈ શાળાની બાબત ધ્યાને આવશે તો શિક્ષકો સામે કડક કાર્યવાહી કરાશે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )