છોટાઉદેપુરમાં રાજયના અન્ન આયોગના અધ્યક્ષની ઉપસ્થિતિમાં અન્ન સલામતિ કાયદો-૨૦૧૩ના અમલીકરણ અંગે બેઠક મળી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ગુજરાત રાજય અન્ન આયોગના અધ્યક્ષ અમૃત પટેલના અધ્યક્ષ સ્થાને છોટાઉદેપુર જિલ્લા સેવા સદનના સંકલન હોલમાં અન્ન સલામતિ કાયદો-૨૦૧૩ના અમલીકરણના અનુસંધાને છોટાઉદેપુર જિલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થા તથા મધ્યાહન ભોજન યોજના અને આંગણવાડી યોજના અન્વયે અમલીકરણ કરવા બાબતે એક બેઠક યોજી જિલ્લામાં આ અન્વયે થયેલ કામગીરીની સમીક્ષા કરી હતી.
અધ્યક્ષસ્થાનેથી અન્ન આયોગના અધ્યક્ષ અમૃત પટેલએ જણાવ્યું હતું કે, દરેક નાગરિક તથા મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો અને આંગણવાડીને સમયસર અનાજનો જથ્થો મળી રહે તેની તકેદારી રાખવા તેમજ વાજબી ભાવની જે દુકાનો બંધ હોય અને આ દુકાનોનો ચાર્જ અન્ય વાજબી ભાવની દુકાનોને આપવામાં આવેલ હોય ત્યાં ફરિયાદો ન આવે તેનું મોનિટરિંગ રાખવા ઉપસ્થિત મામલતદારોને સૂચના આપી હતી.
બેઠકમાં ઉપસ્થિત અન્ન આયોગનાં ઉપાધ્યક્ષ નરમાવાલાએ જણાવ્યું હતું કે, રેશનકાર્ડ સંબંધિત આવેલ અરજીઓનો સત્વરે નિકાલ કરવો તથા એક વર્ષ ઉપરની અરજીઓને અગ્રતાક્રમ આપી તેનો યોગ્ય નિકાલ કરવા જણાવાયું હતું.
આયોગ અધ્યક્ષ પટેલે વાજબી ભાવની દુકાનોની તપાસણીનાં મુદે જણાવ્યું હતું કે, જિલ્લામાં નોંધાયેલ તમામ વાજબી ભાવની દુકાનોની વર્ષમાં બે વખત તપાસણી કરવામાં આવે તે જરૂરી છે.
અન્ન આયોગનાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત વેળાએ જિલ્લા કલેકટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, નિવાસી અધિક કલેકટર કે.એસ.વસાવા, જિલ્લા પુરવઠા અધિકારી અંકિતા પરમાર, મામલતદારો, જિલ્લા પંચાયત આઇસીડીએસનાં અધિકારી/કર્મચારી ગણ વગેરે ઉપસ્થિત રહયા હતા.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )