સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પર્યટકોના આકર્ષણનું માટે બનાવવામાં આવેલ સફારી પાર્કમાં લાવા આવેલા વિદેશી ત્રણ પ્રાણીઓના મોતથી ચકચાર 

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

એક જિરાફ અને બે ઇમ્પાલા સહિત ત્રણ વન્યજીવોના મોત : કેન્દ્રીય પશુપાલન મંત્રાલય અન્ય વિભાગની નોટિસ પાઠવી : કરોડોના ખર્ચે વિદેશથી લાવવામાં આવેલ પ્રાણીઓની કોરેન્ટઈન પ્રક્રિયા પણ કરાઇ નથી.

વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલ ની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ તેને નજીકમાં જ સફારી પાર્ક વન વિભાગ દ્વારા વિકસાવવામાં આવી રહ્યું છે. જેમાં દેશ-વિદેશના અસંખ્ય 1500 જેટલા વન્ય પ્રાણીઓ અને પ્રવાસીઓ આકર્ષણ માટે લાવવામાં આવી રહ્યા છે. જેમાં ઘણા પ્રાણીઓ આવી ચૂક્યા છે, પણ અધિકારીઓની નિષ્કાળજી ને કારણે ત્રણ વન્ય પ્રાણીઓ મોતને શરણે થયા છે, જેને ચોંકાવનારી હકીકત બહાર આવવા પામી છે. સફારી પાર્ક વિકસે તે પહેલા જ વન્યપ્રાણીઓની અપૂરતી સારસંભાળ ન લેવાને કારણે આ પ્રાણીઓ અકાળે મોતને ભેટી રહ્યા છે. જેમાં પરિવહન દરમિયાન યોગ્ય કાળજી ન લેવાને કારણે એક જીરાફ અને બે ઈમ્પાલા જેવા વન્ય પ્રાણીઓના મોત નિપજ્યા હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવવા પામી છે. જોકે એમ ડી રાજીવ ગુપ્તાએ પણ ત્રણ પ્રાણીઓ નું નામ જ મોત થયા હોવાનો દાવો કર્યો છે . સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી અનુસાર બેઇમ્પ્લા પ્રાણીઓના મોત તો પરિવહન દરમિયાન જ થયા હતા
આ આગે નર્મદા વન વિભાગ ના નાયબ વન સંરક્ષક ડો .રતન લાલા ના જણાવ્યા અનુસાર સફારી પાર્ક મા ચાર જીરાફ લાવ્યા હતા તે પૈકી એક નું મોત ગઈ ક્લે મોટાલીટી સિન્ડ્રોમ નામ ના રોગ ને કારણે તથા કેવડીયા નું હવામાન અનૂકૂલ ન આવવાને કારણે મોત થયુ છે .મ્રૂતક જીરાફ નું પૌર્સ મોર્ટમ ચાર ડોક્ટરો ની પેનલની હાજરીમાં પીએમ કરીને અગ્નિસંસ્કર કરાયા છે અને તેનો કાયદેસર નોરિપોર્ટ કરાયો છે .24કલાક વન વિભાગ ની ટીમ પ્રાણીઓ ની સાર સંભાલ રાખે છે તેમના ખોરાક પાણી ની સુવિધા પણ રાખવા મા આવે છે
અન્ય વન્ય જીવોને યોગ્ય સ્થળે ન રાખતા તેમને વાતાવરણ માફક ન આવતા પ્રાણીઓના મોત નિપજ્યા છે.
હાલ સ્ટેટ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પર્યટકોના આકર્ષણનું માટે બનાવવામાં આવેલા સફારી પાર્કમાં લેવાયેલ વિદેશી પ્રાણીઓમોત ને ભેટી રહ્યા છે
અત્રે ઉલ્લેખનીય છે કે સફારી પાર્ક વિદેશમાંથી કરોડની કિંમત એ જિરાફની ખરીદી કરી હતી. જિરાફ જેમની પાસેથી ખરીદવામાં આવ્યા છે તે એજન્ટો હૈદરાબાદ, કેરળના હતા. વધુ ચોંકાવનારી વાત એ છે કે આ ગુજરાતના સફારી પાર્ક ખાતે લાવતા અગાઉ આવા પ્રાણીઓને સર્સગનિષેધન ( કોરેન્ટાઇન ) ની પ્રક્રિયા માંથી પણ પસાર કરવામાં આવ્યા ન હતા જેને કારણે કેન્દ્રીય પશુપાલન મંત્રાલય વનવિભાગને નોટિસ પાઠવી છે. અને તેમાં વન વિભાગના અધિકારીને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે, કે સામાન્ય લોકોને આ પ્રાણીઓ થી 500 મીટર દૂર રાખવામાં આવે છે. પ્રાણીઓ સઁસર્ગનિષેધ પ્રક્રિયામાંથી પસાર કર્યા વિના જ ઉતાવળમાં સફારી પાર્કમાં લાવવામાં આવ્યા હતા. આ જ કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સફારી પાર્કની મુલાકાત લેવા થી વંચિત રહ્યા હતા.
સફારી પાર્કના આકર્ષણનું કેન્દ્ર બનેલા જિરાફ પણ મોતને ભેટતા પર્યટકો પણ નિરાશ થયા છે.
.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા.
CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )