એકતા ચેરીટેબલ ટ્રસ્ટ બાસ્કા દ્વારા વિના મૂલ્યે હોમિયોપેથીક કેમ્પ યોજાયો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ઈરફાન શેખ… બાસ્કા…… દ્વારા

હાલોલ તાલૂકા ના બાસ્કા ગામ ખાતે આજ રોજ તા ૧૯-૧૧-૨૦૧૯ ને મંગળવાર ના રોજ એકતા ચેરીટેબલ ટ્રસ્ટ બાસ્કા તથા પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથી એન્ડ રીસર્ચ હોપીટલ (પારુલ યુનિવર્સિટી) ના સહયોગ થી વિના મૂલ્યે (તદન ફ્રી) હોમીયોપેથીક કેમ્પ નુ આયોજન કરવામા આવેલ હતો જેમા બાસ્કા તથા આસ પાસ ના ગામો જેવુ કે પાનેલાવ, કોટામૈડા, આનંદપૂરા, ગોપીપૂરા, વા દર્દીઓએ આ કેમ્પ નો લાભ મેળવેલ અને આ કેમ્પ મા વિવિધ પ્રકારની બીમારીઓ જેમકે પેટ ને લગતી બિમારી, શ્વાસ લેવા મા તકલીફ, પેશાબ મા (ઇન્ફેકશન) તકલીફ, બાળ રોગ, ચામડી ના રોગ, વા ની તકલીફ, સાંધા મા ઘર્ષણ દુ:ખાવો,સ્ત્રી રોગ ગુપ્ત રોગ વિગેરે રોગો ના નિદાન માટે આ કેમ્પ નુ આયોજન કરવા મા આવ્યું હતુંં જેમા પારુલ ઇન્સ્ટિટ્યૂટ ના વિવિધ દિગ્ગજ ડૉક્ટરો એકતા ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગ થી આજ રોજ બાસ્કા ખાતે આવી પહોંચ્યા હતા અને ૨૦૦ થી ૨૫૦ ઉપરાંત દર્દીઓ ના રોગો ના નિવારણ માટે સેવા આપી હતી વધુ મા દર્દીઓને લેબોરેટરી સોનોગ્રાફી તથા વધુ સારવાર અર્થે પારુલ હોસ્પિટલ ખાતે જવા માટે વિના મૂલ્યે ગડીતેમજ એક ટાઈમ ભોજન તથા વધુ સારવાર માટે પારુલ હોસ્પિટલ ખાતે દર મંગળવારે ગાડી મૂકી રીફર કરવામા આવશે અને આ કેમ્પ ને સફળ બનાવવા માટે એકતા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ઇરફાન મિયાં સિદ્દીક મિંયા શેખ તેમજ ટ્રસ્ટ ના તમામે તમામ સભ્યોએ જહેમત ઊઠાવી ને આ સેવા કેમ્પ ને સફળતા નુ રૂપ આપ્યું હતું

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )