વડોદરા / 15 નવેમ્બરથી જ દરેક ટોલનાકા પર વાહનોમાં ફાસ્ટેગ લાગવા માંડશે

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

1 ડિસેમ્બરથી ટોલનાકા પર ફાસ્ટેગ નહીં હોય તો હાઈવે પરથી પસાર નહીં થઈ શકો
વડોદરા-અમદાવાદ અને વડોદરા-મુંબઈ હાઈવેના ટોલ પર 30% લોકો ફાસ્ટેગનો ઉપયોગ કરે છે
મોટા ભાગના કોમર્શિયલ વાહનોમાં ફાસ્ટેેગ લાગી ગયા, ખાનગી કારો બાકી

વડોદરાઃ કેન્દ્ર સરકાર દ્વારા 1 ડિસેમ્બર 2019 થી નેશનલ હાઈવે પર ફાસ્ટેગ અનિવાર્ય કરવા જઈ રહી છે. તમામ લેન ફાસ્ટટેગ માટે રહેશે. ઉલ્લેખનિય છે કે, જો તમે ફાસ્ટેગ નહી લીધું હોય તો તમારે ટોલનાકા પરથી ખરીદવું પડસે. આઈઆરબીના મતે 15 નવેમ્બર સુધીમાં ગુજરાત સહિત દેશના તમામ ટોલનાકા પર તમામ લેનમાં ફાસ્ટેગ ચાલુ કરી દેવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, હાઈવે ઓથોરીટી દ્વારા તમામ ટોલનાકા પર ફાસ્ટેગના પ્રચાર માટે અભિયાન શરૂ કરી દિધું છે. 15 મીથી ટોલનાકા પર વાહન ચાલકોને ફેસ્ટેગ લઈ લેવા આગ્રહ કરાશે અને નવા િનયમોની જાણકારી અપાશે. 1 િડસેમ્બરથી કોઇ પણ વાહન ફાસ્ટટેગ િવના પસાર નહીં થઈ શકે.

ફાસ્ટેગ કરવું ફરજિયાત
નેશનલ હાઈવેના ડાયરેક્ટર ડી.એસ.જોડ્ઝેએ વધુમાં જણાવ્યું હતું કે, પરીવહન મંત્રાલય તરફથી 1 ડિસેમ્બરથી ફાસ્ટેગને ફરજીયાત બનાવવાનું જણાવવામાં આવ્યું છે. જેથી અમે ગુજરાતના તમામ નેશનલ હાઈવે પર આવેલા ટોલ પર 15 નવેમ્બરથી જ ફાસ્ટેગ આપવાની ઝુંબેશ હાથ ધરી છે. 15 થી 30 નવેમ્બર દરમિયાન ટોલ ટેક્ષ પર જો કોઈ વાહન ચાલક પાસે ફાસ્ટેગ નહી હોય તો તેમને ફાસ્ટેગ ખરીદવા માટે આગ્રહ કરીશું અને સમજાવીશું કે 1 ડિસેમ્બરથી ફાસ્ટેગ ફરજીયાત થવા જઈ રહ્યું છે. વાહન ચાલકો ટોલ નાકા ઉપરાંત બેંકોમાંથી પણ ફાસ્ટેગ ખરીદી શકે છે.

400માં ફાસ્ટેગનું કાર્ડ લાઈફટાઈમ વેલિડિટી સાથે મળશે
રૂ.400માં ફાસ્ટેગનું કાર્ડ લાઈફટાઈમ વેલીડીટી સાથે મળશે. કાર્ડમાં રૂ.100 થી માંડીને રૂ.1 લાખ સુધી રૂપીયા જમા કરાવી શકાય છે. જમા કરાયેલા રૂપીયા લાઈફટાઈમ સુધી જમા રહેશે. જ્યારે કાર્ડ ખરાબ થશે તો અન્ય કાર્ડ રૂ.100માં ખરીદી શકાશે. જ્યારે રોજીંદા હાઈવોનો ઉપયોગ કરનારા વાહન ચાલકો માટે રૂ.235માં માસિક પાસ ઉપલબ્ધ રહેશે.

100 માં મળશે ફાસ્ટેગ કાર્ડ
200 જમા થશે કાર્ડની સિક્યોરીટી માટે
100નું મિનિમમ રિચાર્જ કરાવવું પડશે.
ક્યાંથી મળશે ફાસ્ટેગ?

ટોલ પ્લાઝા
પસંદગીની બેંકો, તેમની વેબસાઈટ
રીટેલ પીઓએસ પોઈન્ટ
માય ફાસ્ટ ટેગ એપ્લીકેશન
ઈકોમર્સ વેબસાઈટ અમેઝોન
ફાસ્ટેગ માટે દસ્તાવેજ

વાહનનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ
ચાલકનો પાસપોર્ટ સાઈઝ ફોટો
આઈડી પ્રુફ તેમજ એડ્રેસ પ્રુફની ઝેરોક્ષ (આ સાથે ઓરીજીનલ કોપી બતાવવી પડશે)
2.5 % સુધી કેશબેકની ઓફર આપવા યોજના
કેન્દ્ર સરકાર દ્વારા ફાસ્ટેગને પ્રમોટ કરવા માટે માર્ચ 2020 સુધી ફાસ્ટેગ પર 2.5 ટકાનું કેશબેક આપવાની પણ યોજના બનાવી રહી છે. જ્યારે પ્રત્યેક ટ્રાંન્જેક્શન પછી લીંક્ડ બેંકના ખાતામાંથી સીધા રૂપીયા જમા થઈ જશે.ઉલ્લેખનિય છે કે, ફાસ્ટેગ ટોલ વર્ષ 2014 થી શરૂ થયું હતું. પહેલા ફાસ્ટેગની એક જ લાઈન હતી.

હાઈવે પર પ્રતિદિન ફાસ્ટેગ ધરાવતા વાહનો કેટલાં

વડોદરા-અમદાવાદ એક્ષપ્રેસ -વે 15,000 (30%)
વડોદરા-અમદાવાદ 25,000 (40%)
વડોદરા-મુંબઈ 30,000 (35%)
ફાસ્ટેગ વિશે જે તમે જાણવા માંગો છો તે બધુ જ…

ફાસ્ટેગ એક રેડિયો ફ્રિકવન્સી આઈડિફિકેશન ટેકનોલોજી પર આધારિક એક ટેગ છે.
આ ટેગ ગાડીની વિંડસ્ક્રિન પર લગાવવામાં આવે છે.
ટોલ પ્લાઝા પર લગાડવામાં આવેલી ડિવાઈઝ ટેગને રીડ કરી લે છે,જેથી ટોલ ગેટ તેની જાતે ખુલી જાય છે.
ટેગ લગાડવાથી હવે ટોલ પર ઉભા રહીને ટોલ ટેક્ષ આપવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.
ટેગના ખાતાથી થનારા તમામ ટ્રાન્ઝેક્શનની વિગતો ચાલકના રજીસ્ટર મોબાઈલ પર એસએમએસથી મળતી રહેશે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )