નર્મદા જિલ્લા મા ડેન્ગ્યુના અને સીઝનલ ફલુના કેસો મા નોંધપાત્ર વધારો 

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ડેન્ગ્યુના નોંધાયેલા સૌથી વધારે ૩૪ કેસો : સીઝનલ ફલુના સાત કેસો નોંધાતા તંત્રની દોડધામ : ડેન્ગ્યુને રોકવા આરોગ્ય વિભાગ દ્વારા જુદી જુદી ૫૬ જેટલી ટીમો બનાવાઈ : ઘરે ઘરે ફરીને એન્ટીલાર્વા કામગીરી, ફોગીંગ કામગીરીસોંપાઈ

નર્મદા જિલ્લા મા ચાલુ સાલે વધારે વરસાદ થવાના કારણે નર્મદા જિલ્લા મા ડેન્ગ્યૂ , મેલેરીયા તેમજ સીઝનલ ફલુના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મલ્યૉ છે .જેમા ચાલુ વર્ષે નર્મદા જિલ્લા મા ડેન્ગ્યુના સૌથી વધારે ૩૪ કેસો નોંધાયા છે.જ્યારે સીઝનલ ફલુના સાત કેસો નોંધાયાની તંત્રએ પુષ્ટિ કરી છે .હાલ કમોસમી વરસાદ પડતો હોઈ પુનઃ ઘરે ઘરે બીમારી મા ખાટલા મંડાતા તંત્રની દોડધામ વધી જવા પામી છે .જેમા ડેન્ગ્યુને રોકવા આરોગ્ય વિભાગ દ્વારા જુદી જુદી ૫૬ જેટલી ટીમો બનાવાઈ છે અને આરોગ્ય લક્ષી પગલા લેવા શરૂ કરાયા છે .જેઆરોગ્ય ની ટીમ ઘરે ઘરે ફરીને એન્ટીલાર્વા કામગીરી, ફોગીંગ કામગીરીશરૂ કરી છે

આ અંગે રોગચાળા તેમજ ટોબેકો કંટ્રોલ સંદર્ભે સંચારી રોગોના નિયત્રંણ અને અટકાયતી પગલાંરૂપે નર્મદા જિલ્લા કલેકટર આઇ.કે.પટેલના અધ્યક્ષપદે રાજપીપલા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતેબેઠક મલી હતી .જેમા જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા કરાયેલી આરોગ્ય-સ્વાસ્થ્યલક્ષી કામગીરીની વિસ્તૃત છણાવટ સાથે તેની તલસ્પર્શી સમીક્ષા કરાઇ હતી અને આ બાબતે રાજપીપલાના શહેરી અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક પ્રચારલક્ષી પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો દ્વારા વિશેષ લોકજાગૃતિ કેળવવા જિલ્લા કલેકટર પટેલે ભાર મૂકયો હતો. અને અન્ય અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા જુદા જુદા ક્ષેત્રોમાં થયેલી અસરકારક અને પરિણામલક્ષી કામગીરીથી જિલ્લા કલેકટર પટેલને આંકડાકીય વિગતોથી વાકેફ કરાયાં હતા.
આ બેઠકમાં જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા “મહા” વાવાઝોડા સંદર્ભે જિલ્લાકક્ષાએ શરૂ કરાયેલા કંટ્રોલરૂમની જાણકારી ઉપરાંત આઇ.ડી.એસ.પી. મારફતે થતાં ડીસીઝ સર્વેલન્સ મુજબ વર્ષ-૨૦૧૯ માં એકપણ પાણીજન્ય રોગચાળો નોંધાયેલ નથી. તેમજ સીઝનલ ફલુના નોંધાયેલા સાત કેસો પૈકી તેમાં કોઇનું પણ મરણ થયેલ નથી. તદ્ઉપરાંત ડેન્ગ્યુના નોંધાયેલા ૩૪ કેસો પૈકી પણ કોઇનું મરણ થયેલ નથી. ડેન્ગ્યુને રોકવા આરોગ્ય વિભાગ દ્વારા જુદી જુદી ૫૬ જેટલી ટીમો બનાવાયેલ છે અને તેના દ્વારા જિલ્લામાં રોજે રોજ ઘરે ઘરે ફરીને એન્ટીલાર્વા કામગીરી, ફોગીંગ કામગીરી તેમજ તેના વ્યાપક પ્રચાર પ્રસાર દ્વારા લોકો સુધી આ અંગેની જાણકારી પૂરી પડાઇ હતી.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપલા
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )