છોટાઉદેપુર જિલ્લા માં કાયદાની ઐસી કી તૈસી……નાના વાહન ચાલકોને દંડ અને હપ્તા થી ચાલતા વાહનો કાયદાથી પર

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
મનમંચ ન્યૂઝ…….કાર્યાલય દ્વારા…….

31મી ઓક્ટોમ્બર થી વાહન એકટ મુજબ નવા નિયમો લાગુ ગુજરાત સરકારે પડ્યા છે.નવા નિયમોને લઈ ને વડોદરા શહેર માં રોજિંદા પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ ના બનાવો વધી રહ્યા છે.એક બાજુ સરકારના મનસ્વી નિર્ણયો નો અમલ કરવા પોલીસ પર દબાણ તો બીજી બાજુ નિયમોનું પાલન કરવા માટે પ્રજા અને પોલીસ નું ઘર્ષણ.નેતાઓ મનસ્વી કાયદાઓ બનાવીને ઘર્ષણ ઉભું કરતા હોવાનું પણ કેટલાક લોકોનું મંતવ્ય છે. પોલીસ વિભાગ પણ કાયદાનું પાલન જો તટસ્થ રીતે કરાવે તો પ્રજાને ચોક્કસ ફાયદો જ છે પરંતુ પોલીસ વિભાગની કામગીરી નાના માણસો ને દંડ અને મોટાને લીલા લહેર.હાલમાં જ સંખેડા તાલુકાના આનંદપુરા પાસેથી એક રેતી ભરેલી ટ્રક પસાર થઈ રહી હતી એ ટ્રક ધુમાડો ખૂબ જ કાઢતી હતી.સરકાર ના નવા નિયમ મુજબ દરેક વાહનોએ ફરજીયાત પી.યુ.સી લેવાનું હોય છે. અને પી.યુ.સી ના સેન્ટરો પર વાહનોનું ચેકીંગ થાય છે અને પછી પી.યુ.સી આપવામાં આવે છે.પુષ્કળ પ્રમાણ માં ધુમાડો કાઢતી આ ટ્રક ને કેટલાક જાગૃત નાગરિકો દ્વારા અટકાવવામાં આવી હતી અને ટ્રક ના ડ્રાઈવર ની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ ટ્રક ને પી.યુ.સી આપવામાં આવ્યું છે..પી.યુ.સી સેન્ટરો પર પણ માત્ર પૈસા લઈને જ વાહનો ચેક કર્યા વગર જ પી.યુ.સી આપવામાં આવે છે.જેનો ઉત્તમ નમૂનો આ ટ્રક છે.બિન્દાસ માર્ગો પર ફરતી આ ટ્રક ને કોઈ કાયદો લાગુ પડતો હોય તેમ લાગી રહ્યું છે.એક બાજુ હેલ્મેટ વિના પોલીસ ખાતું કડક કાર્યવાહી કરે છે તો આવા વાહન ચાલકો સામે કેમ કોઈ કાર્યવાહી કેમ કરતા નથી.કદાચ આ પોલીસ ખાતાના કમાઉ દીકરા હોવાના કારણે કાર્યવાહી નથી કરતા એવું પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે કાયદાનું પાલન બધા માટે પોલીસ વિભાગ કરાવશે તો ચોક્કસ લોકો સામેથી કાયદાનું પાલન કરશે.નહીતો ગમે તેવા કાયદા સરકાર બનાવશે તે બધા પોલીસ વિભાગ માટે આમદની વધારવા માટે ના સાબિત થશે.
છેલ્લા બે દિવસથી છોટાઉદેપુર પોલીસ દ્વારા નાના વાહનો પકડી ને એક લાખથી વધુનો દંડ વસુલયો છે અને હજુ પણ કાર્યવાહી પણ ચાલુ જ છે તો તેઓના હપ્તા આપતા કમાઉ દીકરાઓ સામે પણ કાર્યવાહી ક્યારે કરશે ખરી..? તે આવનાર દિવસો બતાવશે
CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (3 )