સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા ખાતે મુલાકાતી-પ્રવાસીઓમાં ભારે  આકર્ષણ જન્માવતા પોલીસ ટેકનોલોજીનુંપ્રદર્શનની પૂર્ણહૂતી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

મોટી સંખ્યા મા પ્રવાસીઓએ પ્રદર્શનનો લાભ લીધો

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની જન્મ જયંતિ દિને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં જિલ્લાના કેવડીયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થયેલી રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણી અંતર્ગત ભારતના ગૃહ મંત્રાલય દ્વારા આયોજિત અને પ્રધાનમંત્રીના હસ્તે ખૂલ્લું મુકાયેલું પોલીસ ટેકનોલોજી અનોખુ પ્રદર્શન સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુલાકાતી-પ્રવાસીઓ ઉપરાંત નર્મદા જિલ્લાવાસીઓમાં ભારે આકર્ષણ જન્માવી હતુ . જેને પગલે તા. ૪ થી સુધી ખુલ્લુ રહેનારા આ પ્રદર્શનની મુદત જિલ્લા પ્રશાસને લંબાવી હતી .જે પ્રદર્શન ની આજરોજ પૂર્ણાહુતિ કરાઈ હતી . પ્રદર્શનનો છેલ્લા દિવસે મોટી સંખ્યા મા પ્રવાસીઓ એ પ્રદર્શન નો લાભ લીધો હતો

કેવડીયામાં નર્મદા ડેમ સાઇટ નજીક વ્યુ પોઇન્ટ નં.૧ ખાતે યોજાયેલા ઉકત પોલીસ ટેકનોલોજી પ્રદર્શનમાં દેશના જુદા જુદા રાજયોની પોલીસે ભાગ લઇને જે તે રાજયમાં પોલીસ વિભાગની કામગીરી વધુ અસરકારક અને પરિણામલક્ષી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા અત્યંત આધુનિક ટેકનોલોજીવાળા ઉપકરણો-હથિયારો પ્રદર્શિત કરાયાં છે. જેની વિસ્તૃત સમજ અને વિગતો જે તે સ્ટોલ્સ પરના અધિકારીઓ-સુરક્ષા જવાનો પ્રજાજનોને આપી રહયાં છે, જેને લીધે પ્રવાસી મુલાકાતીઓ અને પ્રજાજનોમાં પણ આ પ્રદર્શન નિહાળવા માટેની એક વિશેષ જિજ્ઞાસા સાથેની ઉત્સૂકતા જોવા મળીહતી . આ પ્રદર્શનમાં જુદા જુદા રાજયોના ૨૨ જેટલાં સ્ટોલ્સ ઉપરાંત પ્રદર્શનની મધ્યમાં “થીમ પેવેલીયન” નો સ્ટોલ પણ ઉભો કરાયો છે. આ પ્રદર્શનમાં ગુજરાત, પંજાબ, કર્ણાટક, કેરાલા, ઝારખંડ, આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, તેલંગાણા જમ્મુ-કાશ્મીર વગેરે જેવા રાજયો સહિત CISF, CRPF, BSF, NSG, NDRF, DCPW, NCRP, ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ, ડાયરેકટોરેટ ઓફ કો-ઓર્ડિનેશન પોલીસ વાયરલેસ અને કેન્દ્રિય ગુહ મંત્રાલયની ખાસ મહિલાઓ માટેની રાષ્ટ્રવ્યાપી ૧૧૨ સીંગલ નંબર ઇમરજન્સી સેવાઓને લગતા સ્ટોલ સહિતના ઉકત વિવિધ સ્ટોલ્સ મારફત પોલીસ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતાં અત્યાધુનિક હથિયારો અને ટેકનોલોજી વિષેની સમજ અપાઇ હતી .
ગુજરાત પોલીસ દ્વારા રજૂ કરાયેલા વિશ્વાસ પ્રોજેકટમાં (VIDEO INTERGRATE STATEWISE ADVANCE SECURITY) ટ્રાફિકમાં પબ્લીક સેફટી માટે ૩૪ સ્થળોએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ કાર્યરત કરાયેલ હોવાની સાથે ૭ હજાર જેટલાં CCTV કેમેરા લગાડવામાં આવ્યા છે. તેની સાથોસાથ ૭ જિલ્લામાં ઇ-ચલણના થઇ રહેલા અમલ અને તેના આધારે ૬૦ થી પણ વધુ કેસોનો નિકાલ કરાયો હોવાની પણ જાણકારી મળીહતી
દેશભરના જુદા જુદા રાજયોની પોલીસ દ્વારા રજૂ થયેલા આ પ્રદર્શનમાં ઇ-કોર્ટ, ઇ-પ્રોસીકયુશન, ઇ-પ્રિઝન, ઇ-ફોરેન્સીક ઓન લાઇન સેવાઓ, મલ્ટી એજન્સી ઓપેરેશન્સ સેન્ટર, ઓટોમેટિક ટ્રાફિક સિગ્નલ નિયમન, BSF ના અત્યાધુનિક આર્ટલરી ગન, મશીનગન, મોટાર્ઝ, સર્વેલન્સ ઇકવીપમેન્ટ, ગ્રાઉન્ડ-અંડર વોટર સેન્સસ, થર્મલ કેમેરા, ડે-નાઇટ કેમેરા, કોમ્પ્રીહેન્સિવ ઇન્ટીગ્રેડ બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ, NSG ના સપોર્ટ વેપન્સ સાથેના ઓપેરશનલ વેપન્સ, સ્નાઇફર ગન MP5 – MP3 મોડલ, સીંગલ-ડબલ શોટ, ઓટો સિસ્ટમ ફાયર, સ્નો સ્કુટર્સ, SKI-CLOTHING કે જે સુરક્ષા જવાનો માઇન્સ ૪૦ ડિગ્રીમાં ઉપયોગ કરે છે, +૩૦ MPH ડિઝીટલ કોમ્યુનીકેશન સિસ્ટમ, ઇ-લર્નીગ, વોટર ડિસરપ્ટર, ઇ-એકેડેમીક પ્રોજેકટ, સૌ પ્રથમ રોબોર્ટ દ્વારા અરજદારોના સ્વાગત સાથે તેમની ફરિયાદ રજૂઆત કે સંબંધિત પોલીસ અધિકારીની મુલાકાતને લગતી કામગીરી, ATM ની જેમ Virtual Police Station, ફલાય અવે ટર્મિનલ સેટઅપ-વિડિયો વોઇસ મેસેજ વાયરલેસ કો-ઓર્ડિનેશન કે જે ડિઝાસ્ટર સમયે રાહત બચાવ માટે પોલીસ દ્વારા અલાયદુ નેટવર્ક કે જે લક્ષદીપથી લઇને લદૃાખ સુધી કાર્યરત રહે છે તેના નિદર્શન ઉપરાંત બુલેટપ્રુફ જેકેટ, ખાસ કેમેરા, રડાર અને GPRS સિસ્ટમ, જંગલ વિસ્તારમાં લડતા અને ઘાયલ થતાં જવાનો માટે ખાસ ફુલબોડી પ્રોટેકટર ડ્રેસ અને મોબાઇલ એમ્બ્યુલન્, ડોગ સ્કવોડપર વિશેષ કેમેરા અને સેન્સર લગાવી ખુફીયા જગ્યા પર ડોગને મોકલી તેના દ્વારા કરાતી હલચલ થકી પણ પર પડાતુ ઓપરેશન, હાડકાં થ્રીજાવી દેતી ઠંડીમાં પણ બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા ઉપયોગમાં લેવાતા વસ્ત્રો અને અન્ય સાધનો સહિતના હથિયારો, ત્રાસવાદ વિરોધી ફ્રાન્સ બનાવટનું અત્યાધુનિક વાહન ઉપરાંત અમેરિકન બનાવટના બુલેટપ્રુફ MARS વાહનનું હુબહુ નિદર્શન કરાયું છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુલાકાતી-પ્રવાસીઓમાં તેમજ નર્મદા જિલ્લાવાસીઓમાં ભવ્ય આકર્ષણ જન્માવ્યૂ હતુ
રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપલા
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )