કોસીંદ્રા-ચિખોદ્રા પુલ ગુજરાત સરકારે મંજુર કર્યાની જાહેરાત કરતા સંખેડા ધારાસભ્ય : પ્રજાજનોમાં ખુશીની લહેર

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

મનમંચ ન્યૂઝ ………….

બોડેલી તાલુકાના ચિખોદ્રા ગામે લાભ પાંચમના દિવસે સવારે ૧૦ કલાકે ગ્રામ પંચાયતના પટાંગણમાં સ્નેહમિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સંખેડા ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી, સંખેડા એપીએમસી વાઇસ ચેરમેન હેમરાજસિંહ મહારાઉલ,સંખેડા મહામંત્રી ખુમાનસિંહ,બોડેલી મહામંત્રી પરિમલ પટેલ,બોડેલી પૂર્વ પ્રમુખ મનોજભાઈ શાહ,તાલુકા પંચાયત સદસ્ય ગોપાલભાઈ,ચિખોદ્રા સરપંચ મંજુલાબેન,ડેપ્યુટી સરપંચ ,જિલ્લા સ્વામી વિવેકાનંદના કન્વીનર ભાવેશ પટેલ સહીત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્યનું ગ્રામજનોએ ઉમળકાભેર ફુલહારથી સ્વાગત કર્યું હતું ધારાસભ્યએ પણ ગ્રામજનોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી સાથે સાથે લાભપાંચમના દિવસે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૃપાણીજી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતા ગ્રામજનોને જણાવ્યું કે કોસીંદ્રા,ચિખોદ્રા ,નવાગામ,વડીવાળા,કાશીપુરા,ભીલવાણીયા સહીત ૧૭ ગામોને જોડતો પુલ જે તૂટી ગયો હતો તેને સરકારે નવો બનાવવાં ૧૨૦૦ લાખ રૂપિયા મંજુર કરી જોબ નંબર પણ ફાળવી દેવામાં આવ્યો છે આ જાહેરાતની સાથે જ ગ્રામજનોએ તાળીઓ પાડી ભારત માતા કી જય નો જયઘોશ કરી છોટાઉદેપુર સાંસદશ્રી ગીતાબેન રાઠવા,સંખેડા ધારાસભ્યશ્રી અભેસિંહભાઈ તડવી સહીત તમામ હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે આ ચિખોદ્રા ગામના જ પૂર્વ મુખ્યમંત્રીએ લો લેવલનો પુલ બનાવી ચોમાસા દરમિયાન અહીંના અનેક ગામોને જે મુશ્કેલી પડતી હતી તેનો આજે અંત ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની વિજયભાઈ રૃપાણીજી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને આભારી છે આ વિસ્તાર છેવાડે આવેલો હોવા છતાં વિકાશના અનેક કાર્યો આ સરકારમાં થઇ રહ્યા છે આ પુલની પહોળાઈ પણ ૧૦ મીટર કરવામાં આવેલી છે ધારાસભ્યશ્રીએ ગ્રામજનોને નવા વર્ષ અને લાભપાંચમ નિમિત્તે મહત્વની જાહેરાત કરી તેના ખાતમુહૂર્ત માટે નાયબ મુખ્યમંત્રીને ટૂંક સમયમાં જ બોલાવવામાં આવશે તેવી જાહેરાત કરી આવેલ તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને નવી જાહેરાત માટે ખુશી પણ વ્યક્ત કરી હતી

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )