31 સપ્ટેમ્બરે આદિવાસી સમાજ દ્વારા કેવડિયા વિસ્તાર બંધનું એલાન અપાયું

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

31 ઓક્ટોબરની તૈયારીના ભાગરૂપે આદિવાસીઓના ખેતરોના પાક ઉપર બુલડોઝર ફેરવી દેતા આદિવાસીઓમાં રોષ : કેવડીયા વિસ્તારમાં આડેધડ કાપવામાં આવી રહ્યા છે : સ્ટેચ્યુ ઓફ યુનિટી આદિવાસી સમાજને ખતમ કરવા માટે ભાજપ સરકાર નું સૌથી મોટું ષડયંત્ર છે. ડો.પ્રફુલ વસાવા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ના 6 ગામ તેમજ આસપાસના આદિવાસી ગામની ગૌચર જમીનો ગુજરાત સરકારે ગેરકાયદેસર રીતે હડપ કરી છે : આદિવાસીઓ પાસેથી રોજગારી છીનવી લેવામાં આવી રહી છે.

પીએમ ના આગમન ટાણે 31 ઓક્ટોબર આદિવાસી સમાજ દ્વારા કેવળ વિસ્તાર બંધનું એલાન અપાયું છે જેને કારણે તંત્ર હરકતમાં આવી ગયું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે આદિવાસી સમાજની સંસ્કૃતિ ઓળખ જમીનો જંગલો માનવતા અને બંધારણીય અધિકારોનું રક્ષણ માટે આદિવાસી સમાજ 31 ઓક્ટોબરના રોજ કેવડિયા વિસ્તાર બંધનું એલાન અપાતા તંત્ર દોડતું થઇ જવા પામ્યું છે આદિવાસી સમાજે 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ ની સામે આદિવાસી સમાજની રાષ્ટ્રીય આફત દિવસની ઘોષણા અને જણાવ્યું છે કે ગુજરાતની પૂર્વ પટ્ટી ઉમરગામ થી અંબાજી સુધીના આગેવાનોના નેતૃત્વ વિરોધ પ્રદર્શન થશે આદિવાસી ઉના બંધારણીય અધિકારો નષ્ટ કરી જોકે વડીયા વિસ્તાર ને બીજું કાશ્મીર બનાવવાની કોશિશ કરશે તો આદિવાસી વિસ્તારમાં ભાજપના ઝંડા અને કાયમી તિલાંજલિ આદિવાસી સમાજ આપશે.

આદિવાસી આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે કેવડીયા અને કાશ્મીર સમજવાની ભૂલ કરે જરૂર પડશે તો દેશના 12.5 કરોડ આદિવાસીઓ કેવડિયા વિસ્તાર ને બચાવવા રસ્તાઓ પર આવશે એમ આગેવાન ડો પ્રફુલ વસાવા જણાવ્યું હતું.
એક તરફ ૩૧મી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારી રહ્યા છે તેમના હસ્તે અનેક મોટા પ્રોજેક્ટો નું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે થવાના છે ત્યારે રાત દિવસ તેની તડામાર તૈયારી થઈ રહી છે તે માટે નવા રસ્તાઓ બનાવી રહ્યા છે રાજપીપળા થી કેવડીયા રોડ પર ઠેર ઠેર નવા પીક અપ સ્ટેન્ડ અને ટોયલેટ બનાવાઈ રહ્યા છે તો બીજી તરફ ઝાડો કાપવામાં આવી રહ્યા છે 31 ઓક્ટોબરની તૈયારીના ભાગરૂપે આદિવાસીઓના ખેતરોમાં પાક ઉપર બુલડોઝર ફેરવી દેવાના મામલે આદિવાસીઓમાં રોષ ફેલાયો છે જેમાં ખાસ કરીને 6 ગામના અસરગ્રસ્ત આદિવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના 6 ગામ તેમજ આસપાસના આદિવાસી ગામોની ગૌચર જમીનો ગુજરાત સરકારે ગેરકાયદેસર રીતે હડપ કરી દીધી હોવાનો આક્ષેપ 6 ગામના અસરગ્રસ્ત આદિવાસીઓ કરી રહ્યા છે એક તરફ સ્ટેચ્યુના પ્રવાસીઓ માટે સરકાર કરોડના ખર્ચ કરી નવા નવા પ્રોજેક્ટ આવી રહી છે તો બીજી બાજુ પ્રોજેક્ટના નામેં આદિવાસીઓના ગામો, ઘરો ખાલી કરાવવા, લારી-ગલ્લા હટાવી રોજગારી છીનવવાના પણ આરોપો થઇ રહયા છે.
ગુજરાતના દરેક આદિવાસી, સંગઠનો, અને નેતા, સામાજિક આગેવાનો જાણે છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને કોઈ વિકાસ માટે નહીં પરંતુ આદિવાસીઓની જમીન ઉદ્યોગપતિના હવાલે કરવા માટે તે આદિવાસી ની રોજીરોટી છીનવાઇ બહાર ભાજપના વેપારી ઓ માટે બિઝનેસ ઉભો કરવામાં આવી રહ્યો છે.
આદિવાસીઓની મુખ્ય આજીવિકા પશુપાલન છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના 6 ગામ તેમજ આસપાસના આદિવાસી ગામની ગૌચર જમીનો ગુજરાત સરકારે ગેરકાયદેસર રીતે હડપ કરી છે. હાલ પશુપાલન ઉપર નિર્ભર આદિવાસીઓ કંગાળ બની રહ્યા છે તેઓની જમીન ઉદ્યોગપતિઓને વેચીને કેવડિયા વિસ્તાર માંથી આદિવાસીઓ વિસ્થાપિત બન્યા છે.આદિવાસીઓ પાસેથી રોજગારી છીનવી લેવામાં આવી હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
સરકાર આદિવાસીઓની ગાયને માત્ર ઢોર માને છે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની ગૌચર જમીન ઉપર ગાયોને ઘાસ કરવા માટે પરમિશન આપવામાં આવતી નથી અમારા ગામમાં ગૌચર નષ્ટ કરીને ગાય ના પેટ ઉપર પણ સરકારે લાત મારી છે અમારી ગયો રસ્તા પસાર કરીને બીજે બાજુ ઘાસ ચરવા જાય તો ગાયને પાંજરે પુરવામાં આવે છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી આદિવાસી સમાજને ખતમ કરવા માટે ભાજપ સરકાર નું સૌથી મોટું ષડયંત્ર છે એમ જણાવતાં આદિવાસી આગેવાન ડો. પ્રફુલ વસાવાએ જણાવ્યું છે કે
૩૧ ઓક્ટોબર ની તૈયારીના ભાગરૂપે આદિવાસીઓના ખેતરોના પાક ઉપર બુલડોઝર ફેરવી દીધા છે આદિવાસીઓ પોતાની જમીનો બચાવવા ગુજરાત હાઈકોર્ટમાંથી સ્ટે લાવવા પરંતુ ભાજપની સરકાર તો હાઇકોટેં માંથી સ્ટે લાવ્યા પરંતુ ભાજપ ની સરકાર તો હાઇકોર્ટના હુકમ માનવા પણ તૈયાર નથી. ગુજરાત ભાજપ સરકાર આદિવાસીઓના ઘરો હટાવી હોટલો બનાવી રહી છે, લારી-ગલ્લા હટાવી મોલ બનાવી રહી છે, કેવડિયા વિસ્તારના આડેધડ ઝાડ કાપવામાં આવી રહ્યા છે.
આ આદિવાસીઓ એવી પણ ચિમકી આપી છે કે જો કેવડીયા વિસ્તારને નગરપાલિકા અથવા કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેશે અને આદિવાસીની પંચાયતોના અધિકાર છીનવવાનો સરકાર પ્રયાસ કરશે તો એક સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 75000 આદિવાસીઓ હિંદુ ધર્મ છોડી દેશે.
સરદાર સરોવર ડેમ બન્યો ત્યારથી આદિવાસીઓ આ વિસ્તારમાં લારી ગલ્લા નાખી, ચા નાસ્તાની લારીઓ નાખી રોજગારી મેળવતા હતા પરંતુ ગુજરાત સરકારના પેટમાં એ પણ દુખ્યું અને આદિવાસીઓના લારી-ગલ્લા સ્થાનીય ગ્રામ પંચાયતને પૂછ્યા વગર હટાવી આદિવાસીઓની રોજીરોટી છીનવી લેવામાં આવી સ્થાનિકો હાલ ગુજરાત સરકારની સામે હાઇકોર્ટમાં લડી રહ્યા છે તેમ જણાવી આદિવાસીઓ સ્ટેચ્યુ નો વિકાસ જરૂર કરે પણ વિકાસના નામે આદિવાસીઓના ઘરોના ઉજાડે, આદિવાસીઓની રોજગારી ના છીનવે અને આદિવાસીઓને રંજાડે નહીં તેવી આદિવાસીઓ માંગ કરી રહ્યા છે
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા
CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )