સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેની જંગલ સફારી પાર્કમાં વિદેશી પ્રાણી પક્ષીઓની એન્ટ્રી 

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

375 એકરમાં બની રહેલ જંગલ સફારી પાર્કને આગામી દિવસોમાં પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાશે.

31 ઓક્ટોમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિદેશી પશુ પક્ષીની મુલાકાત લેશે.

હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેની જંગલ સફારી પાર્કમાં વિદેશી પ્રાણી પક્ષીઓની એન્ટ્રી થતા પ્રવાસીઓ વિદેશી પક્ષીઓની પણ મુલાકાત લઈ શકશે . સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા બંધ વચ્ચે લગભગ 375 એકરમાં બની રહેલ જંગલ સફારી પાર્કને આગામી દિવસોમાં પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાશે.ત્યારે હાલ યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. માત્ર 5 મહિનામાં 40 ટકા કામગીરી કરી દેવામાં આવતા પ્રધાન મંત્રી અને મુખ્યમંત્રીએ પણ સફારી બાબતે સચિવ રાજીવ ગુપ્તા અને ડો. શશીકુમાર ટીમને શુભેચ્છા આપી છે. 31 ઓક્ટોમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિદેશી પશુ પક્ષીની મુલાકાત લેશે.

કેવડિયાના જંગલ સફારીમાં યુદ્ધના ધોરણે ચાલતી કામગીરી વચ્ચે પાવાગઢ રેસ્ક્યુ સેન્ટરમાંથી એક દીપડો જંગલ સફારી માટે લાવવામાં આવ્યો હતો. સાથે હરણ અને સાબર પણ લાવવામાં આવ્યા હતા. હવે ધીરે ધીરે પ્રાણીઓ લાવવામાં આવી રહ્યા છે.

જેમાં સાઉથ આફ્રિકા,સિંગાપુર,નેધરલેન્ડ, જર્મની,ફ્રાન્સ,ઇંગ્લેન્ડ,મલેશિયા,ઓસ્ટ્રેલિયા સહિતના વિવિધ દેશો માંથી વિવિધ પ્રજાતિના પોપટ,ચકલી,સસલા,મરઘી, બતક,ઇમુ,શાહમૃગ સહીતના પક્ષીઓ પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. આ સાથે સક્કરબાગ ઝુ અને જૂનાગઢ ઝુ માંથી સિંહ,વાધ,ચિત્તો સહિતના અન્ય પ્રાણીઓ ધીરે ધીરે લાવવામાં આવશે.
વન વિભાગના સચિવ રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, વિશ્વમાં પ્રથમ એવું આ જંગલ સફારી બનશે કે જ્યાં નેચરલ વાઈલ્ડ જોવા મળશે. દેશ વિદેશી પશુ પક્ષી જોવા મળશે.અહીંયા 189 પ્રજાતિના 1500થી વધુ પશુ પક્ષીઓ વિવિધ ઝોનમાં રાખવામાં આવશે. જયારે વિદેશી ઔરંગ ઉટાન,ચોરેક્સ,આલ્ફા લામા,એમ્પાલા પ્રજાતિના પ્રાણીઓ ભારતમાં ક્યાંય નથી જે અહીંયા પ્રવાસીઓને જોવા મળશે.
12 વિવિધ પ્રજાતિના તો હરણ હશે. કુદરતી ઝરણા અને જેમાં મુક્ત ફરતા પ્રાણીઓને માણવાનો નજારો કંઈક ઔર હશે જે ટૂંક સમયમાં ચાલુ થશે. ગુજરાતની સૌથી મોટી બની રહેલી આ સફારી વિવિધ 7 લેવલમાં 50થી 300 મીટરની અલગ-અલગ ઊંચાઈએ બનશે.અહીંયા પેટિંગ ઝોન એક વિશેસતા રહેશે જેમાં નાના બાળકો વિદેશી નાના નાના પ્રાણીઓ અને પક્ષીઓ સાથે રમી શકશે.
તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા
  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )