સંખેડાના ધારાસભ્ય ની ઉર્જા મંત્રીને કરેલી રજુવાત ના પગલે ખેતી માટે નો વીજપુરવઠો નો સમય બદલાતા ખેડૂતોમાં આનંદ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
સંખેડાના ધારાસભ્ય ની ઉર્જા મંત્રીને કરેલી રજુવાત ના પગલે ખેતી માટે નો વીજપુરવઠો નો સમય બદલાતા ખેડૂતોમાં આનંદ : બે દિવસ પૂર્વે જ આવેદન અપાયું હતું.રાત્રી ના 12.30 ની જગ્યાએ 8.30 નો સમય કરાયો.

બોડેલી અને સંખેડા તાલુકાના ભૂખણપુરા, બાંગાપુરા, વડેલી, માછીપુરા, માંકણી સહિતના ૧૫ ગામોના ૩૦૦ ખેડૂતોએ સંખેડા વીજ કંપનીની સબ ડિવિઝન કચેરીએ કૃષિ વિષયક વીજળી શિડયુલ પ્રમાણે વીજ પુરવઠો અપાય તો તે સમય પણ ખેડૂતો માટે મુશ્કેલભર્યો છે. પુરતો વીજ પુરવઠો મળતો ન હોવાથી ખેતીવાડીને નુકસાન થવાનો ભય વ્યક્ત કરતું એક આવેદનપત્ર ધારાસભ્ય અભેસિંહ તડવીને સાથે રાખીને ખેડૂતોએ વીજ કંપની કચેરીએ ના. અધિકારીઓને આપ્યુ હતું.
ખેડૂતોએ ધારાસભ્યને પ્રથમ પોતાની એમજીવીસીએલને લગત રજૂઆતો કરી હતી. ધારાસભ્ય એ ડિવિઝનના કાર્યપાલક ઇજનેર, વડોદરા એસ.ઇ. અને વડોદરા કોર્પોરેટ ઓફિસમાં ચીફ એન્જિનિયરને ફોન પર રજૂઆત કરી સંખેડા સબ ડિવિઝનના વિજ કંપનીને લગતા પ્રશ્નોની સવિસ્તાર રજૂઆતો કરી હતી. જેમાં સંખેડા કચેરીમાં કોઇ ફરિયાદ સાંભળવા ફોન ઉપાડતુ નથી. શિડયુલ પ્રમાણે ૮ કલાક વિજ પુરવઠો મળતો નથી. તો વૃક્ષો પડી જવા, ડાળીઓ ઝુકી જવી કે અન્ય કોઇ રીતે વિજ પુરવઠો ખોરવાતો હોય તો તેનો સત્વરે નિકાલ કરવા ટીમો ગોઠવવી જેથી ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે ઉર્જા મંત્રીને પણ તેઓ રજૂઆત કરનાર હોવાની બાંહેધરી આપી હતી.
અભેસિંહ તડવીએ જણાવ્યુ હતુ ંકે, આ વિસ્તારમાં ખેડૂતો સાથે રજૂઆત માટે સંખેડા સબ ડિવિઝન કચેરીએ આવ્યો હતો. ડભોઇ, વડોદરાના અધિકારીઓને રજૂઆત કરી સંખેડા, ભાટપુર અને કોસીન્દ્રા વિસ્તારમાં ખેડૂતોને નિયમિત વીજળી મળે તે માટે રજૂઆત કરી છે. મેં ઉર્જા મંત્રી સૌરભ પટેલને રજૂઆત કરી છે. રાતે ૮ વાગે વીજળી મળતી હતી. હવે ૧૨-૩૦ થી મળે છે. તે અંગે મેં અઠવાડિયા પહેલા રજૂઆત કરી હતી. હવે શિડયુલ બદલી નંખાયો છે. તેનો પરિપત્ર થઇ ગયો છે. અગાઉની જેમ રાતે ૮ વાગ્યે વીજળી મળતી થઇ જવાની છે. સંખેડા વિસ્તારનું કામ સારૃ જ થશે તેવો મને વિશ્વાસ છે.
માછીપુરાના ખેડૂત આગેવાને જણાવ્યુ હતું કે, પુરતો સમય ખેતીની વીજળી મળતી નથી. જયારે ટ્રિપિંગ થાય તે ભાગની વીજળી સરભર થતી નથી. વોલ્ટેજ પુરા મળતા નથી. હેલ્પરો અને લાઇનમેનો હેડ કવાર્ટર પર રહેતા નથી. અમારી માંગણીઓ જો નહીં સંતોષાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરતા પણ અચકાઇશુ નહીં. રાતનુ શિડયુલ બદલાવુ જોઇએ.
રજૂઆત કરવા આવેલ ખેડૂતોમાં ૩૦૦ થી વધુ ખેડૂતો સંખેડા એમજીવીસીએલ કચેરીએ રજૂઆત અર્થે આવ્યા હતા.
સંખેડા વિજકચેરીએ આવેદનપત્ર અપાયું સંખેડા કચેરી પર દેવસિંહ સામંતભાઇ ભરવાડ (આકાખેડા) અરજી તથા તમામ ખેડૂતોના સહીઓ સાથેનું આવેદન એમ બે લેખિત રજૂઆત કરાઇ હતી. જેમાં હેલ્પર, લાઇનમેનની ફરિયાદ કરાઇ હતી. તો કૃષિ ખેડાણની લાઇનના વાયર બહુજ ઢીલા હોવાના કારણે આ લાઇન પર કામ કરતા મજૂરોને પણ અકસ્માતનો ભય રહેલ હોય તે અંગેનુ નિરાકરણ લાવવા માગ કરાઇ હતી. હાલનો સ્ટાફ વીજ લાઇનોના નેટવર્કથી જાણકાર નથી. જેથી તકલીફોના નિવારણને બદલે ગુંચવાડા જટીલ બની રહ્યા છે. સંખેડા સબ ડિવિઝન કચેરીએ ડે. એન્જિ. ની કાયમી નિમણૂંક કરવા અને ખેડૂતોની તકલીફો સાંભળવા ફોન રિસીવ કરવા કાયમી હેલ્પ લાઇન શરૃ કરવા માગ કરાઇ હતી.
એક મુખ્ય માગણી સંતોષાઈ છે જ્યારે અન્ય માંગણીઓ ક્યારે સ્વીકારાય છે તે જોવાનું રહ્યું.
મયુર શેઠ : બહાદરપુર.
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )