ગરુડેશ્વર તાલુકાના નવાપરા ગામના ખુલ્લા ખેતરમાં જુગાર ના અડ્ડા પર એલસીબી પોલીસની રેડ : કિં.રૂ 13280/-ના મુદ્દામાલ સાથે 4 જુગારીઓની ધરપકડ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ગરુડેશ્વર તાલુકાના નવાપરા ગામ ના ખુલ્લા ખેતરમાં જુગાર ના અડ્ડા પર એલસીબી પોલીસે રેડ કરતા દોડધામ મચી જવા પામી હતી. જેમાં કિંમત રૂ. 13280 /-ના મુદ્દામાલ સાથે 4 જુગારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે. આ અંગે ગરુડેશ્વર પોલીસ મથકે ચાર ઈસમો યાકૂબભાઈ ઉર્ફે ટપાલી કાયમભાઈ મલેક, ઈમરાનભાઈ અહેમદભાઈ મલેક બંને (રહે પાનતલાવડી ગરુડેશ્વર) રવિદાસભાઈ વનરાજભાઈ ભીલ (રહે,વાજણીતાડ ગરુડેશ્વર )સંજયભાઈ વનરાજભાઈ ભીલ (રહે ગરુડેશ્વર) સામે ફરિયાદ નોંધી છે.

ફરિયાદની વિગત અનુસાર રાજ્યમાં નશાબંધીના કડક અમલ માટે તાજેતરમાં ડીજીપી ગુ.રા.ગાંધી નગર દ્વારા પ્રોહીબીશન જુગારના ડ્રાઈવના આયોજનના પગલે નર્મદા જિલ્લામાં જુગારની પ્રવૃત્તિ ને નેસ્તનાબૂદ કરવા તેમજ આવા અસામાજીક તત્વો સામે કાયદેસર કરવાના પગલે સી.એમ ગામીત પી.એસ.આઇ એલ.સી.બી તથા તેમના પોલીસ સ્ટાફના માણસોએ ગરુડેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારના નવાપુરા ગામે ખુલ્લા ખેતરમાં કેટલાક ઇસમો પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમી મળતા એલ.સી.બી પોલીસ નવાપુરા ગામે ખુલ્લા ખેતરમાં જ જુગારના અડ્ડા પર ત્રાટકી હતી. જેમાં જુગારની રેડ કરતાં કુલ 4 જુગારીવો પૈકી યાકુબભાઈ ટપાલી કાયમભાઈ મલેક, ઈમરાનભાઈ અહેમદભાઈ મલેક બંને (રહે પાનતલાવડી, ગરુડેશ્વર) રવિદાસભાઈ વનરાજભાઈ ભીલ (રહે વજનીતાડ ગરુડેશ્વર )સંજયભાઈ વનરાજભાઈ ભીલ (રહે ગરુડેશ્વર )ને જુગાર રમતા ઝડપી પાડયા હતા. અને તેમની પાસેથી રોકડા રૂપિયા 10,280 તથા મોબાઇલ નંગ-3 કિંમત રૂ. 3000 મળી કુલ 13280 /-નો મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીની અટક કરી હતી. આ અંગે ગરુડેશ્વર પોલીસે જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )