બોડેલી એપીએમસી ની પેટા ચૂંટણીમાં હેમરાજસિંહ મહારાઉલ નો ૬૮ મત થી ઝળહળતો વિજય થયો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
બોડેલી એપીએમસી ની પેટા ચૂંટણીમાં હેમરાજસિંહ મહારાઉલ નો તેઓના પ્રતિસ્પર્ધી ઉમેદવાર વાલજીભાઈ બારીયા સામે ૬૮ મત થી ઝળહળતો વિજય થયો હતો.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ખેડૂતો નાં હિતો નાં રક્ષણ ના એક માત્ર આશય સાથે સન્ ૧૯૩૯ માં ગુજરાતભરમાં સૌપ્રથમ સ્થપાયેલ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, બોડેલી ના બોર્ડ ઓફ ડિરેક્ટસૅ ના ખેડૂત મત વિભાગ ના આઠ ડિરેક્ટરો પૈકીના એક ડિરેક્ટર અનોપસિંહ વિઠ્ઠલભાઈ બારીયા ના તાજેતરમાં થયેલા અવસાનને લઈ તેમની ખાલી પડેલી એક જગ્યા માટે ગઇકાલ તા. ૧૫/૧૦/૨૦૧૯ ના રોજ યોજાયેલ પેટા ચૂંટણી ના મતદાન માં કુલ ૪૪૯ મતદારો પૈકી ૪૪૭ નું મતદાન થયુ હતું.

આજે સવારે ૯.૦૦ કલાકે બોડેલી એપીએમસી ખાતે તેની મતગણતરી હાથ ધરાઇ હતી જેમાં બે ઉમેદવારો પૈકી ના ઉમેદવાર (૧) વાલજીભાઇ જનાભાઇ બારીયા ને ૧૮૯ મત જ્યારે (૨) હેમરાજસિંહ મહેન્દ્રસિંહ મહારાઉલ ને ૨૫૭ સૌથી વધુ મત મળ્યા હોય છોટાઉદેપુર જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ હરીશભાઇ રાઠવાએ હેમરાજસિંહ મહારાઉલ ને ૬૮ મત થી વિજેતા જાહેર કર્યા હતા.
બોડેલી એપીએમસી પેટા ચૂંટણીનું આજે પરિણામ આવતા છોટાઉદેપુર જીલ્લા ભાજપના મંત્રી અને વડોદરા જિલ્લાની અગ્રણી સહકારી બેંક ધી બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકના ડીરેકટર તેમજ સંખેડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વાઇસ ચેરમેન એવા યુવાન સહકારી અગ્રણી હેમરાજ સિંહ મહારાઉલ નો જંગી બહુમતીથી વિજય થતા તેઓ ને ઉપસ્થિત બોડેલી અને સંખેડા બજાર સમિતિના ચેરમેન ગોપાલભાઈ પટેલ તથા બન્ને બજાર સમિતિના ડિરેક્ટરો બોડેલીના કૌશિક પટેલ કાર્તિક શાહ વિજય પટેલ હસમુખ બારીયા કનુભાઈ રાઠવા સંખેડાના ખુમાનસિંહ રાજપુત નીતિનભાઈ શાહ હિતેશ વસાવા રમેશભાઈ પટેલ વિગેરે સહિત તેઓના સાથી મિત્રો શુભેચ્છકો અને વિવિધ મંડળીઓના સભાસદોએ ફુલહાર કરી આતશબાજી સાથે આવકારી અભિનંદન પાઠવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે એપીએમસી ની આ પેટા ચૂંટણીમાં ભાજપા તરફેના ઉમેદવાર હેમરાજસિંહ મહારાઉલ સામે ભાજપા નાં જ કહેવાતા વાલજીભાઈ બારીયા ચૂંટણી લડ્યા હતા અને તેઓની સાથે બોડેલી તાલુકા ભાજપ નાં પ્રમુખ સહિત તાલુકા – જિલ્લા ના કોંગ્રેસના હોદ્દેદારો પણ સમથૅન માં રહ્યા હતા તેમ છતાં ભાજપ તરફે ના હેમરાજસિંહ મહારાઉલ ( શિવુ બાપુ ) નો ૬૮ જેવા મોટા મતો થી વિજય થયો હતો.
પરેશ ભાવસાર
બોડેલી
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )