રાજપીપળાની કન્યા સાક્ષરતા નિવાસી શાળા ( લો લિટરસી  રેસીડેન્સી ગર્લ્સ સ્કૂલ)માં પોષણમાહની  ઉજવણીના ભાગરૂપે મેળા નું અનોખું આયોજન. 

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

જેમાં તમામ પ્રકારની શાકભાજી, અનાજ, ફળો તેમજ તેમાંથી બનાવાયેલ વિવિધ પૌષ્ટીક વાનગી વિદ્યાર્થિની ઓએ બનાવી પ્રદર્શન ખુલ્લું મૂક્યું : પૌષ્ટીક વાનગી માં ખીર, ઔષધિઓ, ઢોકળા, હાડવા, સુખડી સહિત વાનગીઓનો રસથાળ પ્રદર્શનનું આકર્ષણ બન્યું.

રાજપીપળા ખાતે આવેલ કન્યા સાક્ષરતા નિવાસી શાળા (લો લિટરસ રેસીડન્સી ગર્લ્સ સ્કુલ )માં પોષણમાહની ઉજવણીના ભાગરૂપે અનોખા ફુલમેળા નું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો પૌષ્ટિક આહાર શું છે ? તેનું મહત્વ સમજી અને આરોગ્યને નુકસાનકારક ખાદ્ય પદાર્થોથી દૂર રહે અને આહારમાં હેલ્ધીફૂડ લે અને પોતાની તંદુરસ્તી જાળવે તે આશય થી પ્રિન્સિપાલ મુમતાજબેન ના માર્ગદર્શન હેઠળ તથા શિક્ષકો દ્વારા બાળકોને માર્ગદર્શન આપી આ ફૂલમેળાનું આયોજન કરાયું હતું. જેનું ઉદઘાટન પ્રગટાવીને જિલ્લા પ્રયોજના વહીવટદાર આર.વી.બારીયા, જિલ્લા શિક્ષણ અધિકારી ડો.નીપાબેન પટેલ ફૂડ મેળાને ખુલ્લું મૂકયું હતું.
આ મેળામાં તમામ પ્રકારની શાકભાજી, અનાજ, ફળો તેમજ તેમાંથી બનાવાયેલા વિવિધ પૌષ્ટીક વાનગી વિદ્યાર્થીનીઓને બનાવી હતી. જેમાં પૌષ્ટિક વાનગીઓમાં ખીર, ઔષધિઓ, ઢોકળા, ખીર, હાડવા, સુખડી સહિત વાનગીઓનો રસથાળ પ્રદર્શનનું આકર્ષણ બન્યું હતું.
રિપોર્ટ :.જ્યોતિ જગતાપ, રાજપીપળા
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )