કલેક્ટર શ્રીમતિ શાલિની અગ્રવાલે સમગ્ર મોક એક્સરસાઈઝની કરી સમીક્ષા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

વીડિયો કોન્ફ્રન્સિંગના માધ્યમથી NDMA સિનિયર કન્સલટન્ટ વી.કે. દત્તા અને GSDMA સીઈઓ અનુરાધા મલે મોક એક્સરસાઈઝની કરી સમીક્ષા
કલેક્ટર શ્રીમતિ શાલિની અગ્રવાલે રજૂ કર્યાં રચનાત્મક નિરીક્ષણ-સૂચનો
જિલ્લા કલેક્ટર શ્રીમતિ શાલિની અગ્રવાલે મોક એક્સરસાઈઝ પૂર્ણ થયા બાદ મોક ડ્રીલ સાથે સંકળાયેલા સંબંધિત તમામ એજન્સીના અધિકારીઓ અને નરીક્ષકો સાથે બેઠક યોજી હતી. આ સમગ્ર મોક એક્સરસાઈઝ અંગે પરામર્શ કર્યો હતો. નિરીક્ષકો અને અધિકારીઓએ મોક ડ્રીલ દરમિયાન કરવામાં આવેલી કામગીરીના લેખાજોખાની સાથે રહી ગયેલી ઉણપ અંગે ધ્યાન દોર્યું હતુ.
વીડિયો કોન્ફ્રન્સિંગના માધ્યમથી રાષ્ટ્રીય આપદા વ્યવસ્થાપન સત્તામંડળના સિનિયર કન્સલટન્ટ વી. કે. દત્તા અને રાજ્ય આપદા વ્યવસ્થાપનના સીઈઓ અનુરાધા મલના વડપણ હેઠળ સમગ્ર મોક એક્સરસાઈઝની સમીક્ષા કરવામાં આવી હતી. શ્રીમતી અગ્રવાલે મોક એક્સરસાઈઝની વિગતોથી વાકેફ કરતા જણાવ્યું કે, જિલ્લા વહીવટી તંત્રના તમામ વિભાગો આ એક્સરસાઈઝમાં સામેલ કરવામાં આવ્યાં હતાં. સાથે જ તમામ વિભાગોએ પોતાની ભૂમિકા મુજબ કાર્ય કર્યું હતુ. તેમજ પોલિસ વિભાગને મોક એક્સરસાઈઝની આગોતરી જાણકારી ન હોવા છતાં પોલિસ વિભાગ દ્વારા ટ્રાફિક સહિતની કામગીરી સુપેરે કરી હતી. આમ એકંદરે એક સારી કવાયત રહી હતી.
શ્રીમતી અગ્રવાલે સમગ્ર એક્સરસાઈઝ દરમિયાન વધારે સારી કામગીરી કરી શકાય તેવી બાબતોથી અવગત કરાવતા કહ્યું કે, પબ્લીક એડ્રેસ સિસ્ટમનો વધુ સારી રીતે ઉપયોગ કરી શક્યા હોત, સીએસએફસીની સિક્યોરીટી એજન્સી પણ આવી આકસ્મિક ઘટના અંગે તૈયાર ન હોય તેવુ પણ સામે આવ્યું હતું તેને નિવારવા પોલીસ અને અન્ય એજન્સીઓ સાથે ખાસ ટ્રેનિંગ ગોઠવી શકાય. જેથી તમામ એજન્સીઓ એક દિશામાં કામગીરી કરી શકે, એનડીઆરએફ, એસડીઆરએફ અને ઈન્ડસ્ટ્રી વચ્ચે થોડો સંકલનનો અભાવ જોવા મળ્યો હતો. ઉપરાંત મોટી ઈન્ડસ્ટ્રીમાં રાહત-બચાવની કામગીરી માટે કોઈ વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા હોય તો જેથી ઓપરેશન પાર પાડવામાં સરળતા રહે. આમ કલેક્ટર શ્રીમતિ શાલિની અગ્રવાલે રચનાત્મક નિરીક્ષણ- સૂચનો રજૂ કર્યાં હતાં

  •  
  •  
  •  
  •  
  •  
Share This
NEWER POSTલો…હવે…આજ બાકી હતું…. બેન્કોએ હવે ગ્રાહકોને લૂંટવાનો બનાવ્યો પ્લાન, હવે પૈસા મૂકવા કે ઉપાડવા નહીં રહે ફ્રી
OLDER POSTત્રિદિવસીય રાજ્યકક્ષાની વુશુ સ્પર્ધાનો બોડલી ની ખત્રી વિદ્યાલય ખાતે  પ્રારંભ

COMMENTS

Wordpress (0)
Disqus (0 )