ત્રિદિવસીય રાજ્યકક્ષાની વુશુ સ્પર્ધાનો બોડલી ની ખત્રી વિદ્યાલય ખાતે  પ્રારંભ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

કમિશનરશ્રી યુવા સેવા અને સાંસ્કૃતિક વિભાગ – ગાંધીનગર તથા જિલ્લા રમત ગમત અધિકારી કચેરી -છોટાઉદેપુર અને ખત્રી વિદ્યાલય – બોડેલી ના સંયુક્ત ઉપક્રમે રાજ્યકક્ષાની અંડર-17 ભાઈઓ અને બહેનોની તા 10/10/2019 થી તા. 12 /10 /2019 સુધીની ત્રિદિવસીય “વુશુ સ્પર્ધા નો આજે બોડેલી ના ખત્રી વિદ્યાલય પ્રારંભ સંખેડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અભેસિંહભાઇ તડવી ની અધ્યક્ષતા માં શુભારંભ થયો ત્યારે છોટાઉદેપુર જિલ્લા રમતગમત અધિકારી લક્ષ્મણ સિંહ ચૌહાણ , છોટાઉદેપુર જીલ્લા હેડ કોચ દિનેશભાઈ ભીલ ,એસ.વી.એસ કન્વીનર સંજયભાઈ શાહ ખત્રી વિદ્યાલય સંચાલક મંડળના હોદ્દેદારો તથા ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજથી શરૂ થયેલ ત્રિદિવસીય વુશુ સ્પર્ધામાં રાજ્યના વિવિધ જિલ્લાઓના 200 ની આસપાસ રમતવીરો ભાગ લેવા ઉપસ્થિત રહ્યા હતા ગામ ના બાળકોએ રમતનો ભરપૂર આનંદ લૂંટયો હતો અને સાથે સાથે શાંતિમય વાતાવરણમાં રમત ની શરૂઆત થઈ હતી. 108 ની સેવાઓ પોલીસની સેવાઓ અને સાથે સાથે અલી ખેરવા જુથ ગ્રામ પંચાયત ની સેવાઓ ઉપલબ્ધ રહી હતી. આ સાથે જિલ્લા રમતગમત અધિકારી એ ખત્રી વિદ્યાલય ના આચાર્ય અને કેળવણી મંડળ નો આભાર વ્યક્ત કરતા તેમણે પુરી પાડેલી સગવડો થી ખૂબ પ્રભાવિત થયા હતા.

પરેશ ભાવસાર
બોડેલી
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (1 )