હાલોલ નગરના ખાનગી પ્રસુતિ ગૃહોમાં થતા બીનજરૂરી સિઝેરિયન ઓપરેશનો ના વિરોધમાં મહારેલી નીકળી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

હાલોલ નગરના ખાનગી પ્રસુતિ ગૃહોમાં થતા બીનજરૂરી સિઝેરિયન ઓપરેશનો ના વિરોધમાં ગુરુવારે એક મહારેલી નીકળી હતી જેમાં એક હજાર ઉપરાંત મહિલાઓએ હાજરી આપી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો જે બાદ હાલોલ પ્રાંત અધિકારી ને આવેદન પાઠવી બિન જરૂરી થતા સિઝેરિયન ઓપરેશન રોકવા કડક હાથે પગલાં લેવા માંગણી કરાઈ હતી

હાલોલ નગરમાં આવેલ બે અલગ અલગ ખાનગી પ્રસુતિ હોસ્પિટલમાં ગત દિવસોમાં તબીબી બેદરકારીના આરોપો લાગ્યા હતા જેમાં એક બનાવમાં પ્રસુતાનું સિઝેરિયન ઓપરેશનના બીજા દિવસે મોત નીપજ્યું હતું જયારે બીજા બનાવમાં પ્રસૂતના પેટમાં રૂ નો સર્જીકલ ગાભો તબીબ પેટમાં ભૂલી જતા ઓપરેશન કરી બહાર કાઢ્યો હતો જેને લઈ હાલોલ નગરજનોમાં ખાનગી પ્રસુતિ ગૃહો સામે અનેક પ્રશ્નાર્થ સર્જાયા હતા અને આવી હોસ્પિટલો સામે નગરજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો જે સંદર્ભે ગુરુવારના રોજ બપોરના સુમારે ખાનગી પ્રસુતિ ગૃહો વિરુદ્ધ એક મહા રેલી નિકળી હતી પુરુષો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી
આ મૌન રેલીમાં વિવિધ બેનરો સાથે નીકળેલી રેલી હાલોલ નગરના મોહમ્મદી સ્ટ્રીટ ખાતે થી નીકળી પાવાગઢ રોડ રહી કંજરી રોડ ખાતે આવેલ આવેલ મામલતદાર કચેરીએ પહોંચી હતી જ્યાં હાલોલ પ્રાંત અધિકારી સાહેબને આવેદન પત્ર પાઠવ્યુ હતું જેમાં આવેદન પત્રમાં રજુઆત કરવામાં આવી હતી કે નગરના કેટલાક ખાનગી પ્રસુતિ ગૃહોમાં પ્રસુતિ માટે આવતી મહિલાઓના વધુ રૂપિયા કમાવવાની લાલચમાં બિન જરૂરી સિઝેરિયન ઓપરેશનો કરી ઉઘાડી લૂંટ ચલાવાય છે જેમાં આવા ઓપરેશનો બાદ મહિલાઓને કાયમ માટે શારીરિક તકલીફો રહી જાય છે જેને લઈ તેઓને વધુ પડતી તકલીફ અને દર્દ સહન કરવાનો વારો આવે છે તેમજ ગત દિવસોમાં પ્રસૂતના મોતમાં તબીબી બેદરકારી નો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો અને આવી હોસ્પિટલો સામે કાયદાકીય પગલાં ભરવા તેમજ સિઝેરિયન ઓપરેશનો રોકવા કડક હાથે કામ લેવા માંગણી કરાઈ હતી તેમજ તેમની આ માંગણી સરકાર શ્રી સુધી પહોંચાડવા આહવાન કર્યું હતું અને આ બાબતે જો કોઈ ચોક્કસ પગલાં નહીં ભરાય તો આગામી દિવસોમાં હાઇકોર્ટ લડત આપવા તેમજ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી અપાઈ હતી…

કિરણ ગોહિલ. હાલોલ

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )