કેવડીયા ટેન્ટ સીટી ખાતે આજથી પ્રારંભાનારી દ્વિ-દિવસીય રાષ્ટ્રીયકક્ષાની ઉર્જા કોન્ફરન્સની પૂર્વ તૈયારીઓની થઇ રહેલી કામગીરીનું નિરીક્ષણ-સમીક્ષા કરતાં ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

આજે કેન્દ્રીય ઉર્જા મંત્રી આર.કે.સીંગ રાષ્ટ્રીયકક્ષાની ઉર્જા કોન્ફરન્સને ખૂલ્લી મૂકશે

કેન્દ્ર સરકારના ઉર્જા અને બિનપરંપરાગત ઉર્જા વિભાગ તથા ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે તા.૧૧ અને તા.૧૨ મી ઓક્ટોબર, ૨૦૧૯ દરમિયાન સરદાર સરોવર ડેમ કેવડીયા કોલોની ટેન્ટ સીટી નં- ૨ ખાતે યોજાનારી દ્વિ-દિવસીય રાષ્ટ્રીયકક્ષાની ઉર્જા કોન્ફરન્સ સ્થળની આજે સાંજે ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલે મુલાકાત લઇ કોન્ફરન્સને લગતી તમામ પ્રકારની થઇ રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી. ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ આજે સાંજે કેવડીયા કોલોની ટેન્ટ સીટી નં- ૨ ખાતે આવી પહોંચતા જિલ્લા કલેક્ટરઆઇ.કે. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ, એમજીવીસીએલના મેનેજીંગ ડિરેક્ટર એમ.આર.કોઠારી, યુજીવીસીએલના મેનેજીંગ ડિરેક્ટરશ્રી મહેશ સીંઘ સહિતના વરિષ્ડ અધિકારીઓએ મંત્રી પટેલને આવકાર્યા હતાં. ત્યારબાદ ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલે ટેન્ટ સીટી નં- ૨ ખાતેના રિસેપ્શન સેન્ટર, મુખ્ય કોન્ફરન્સ હોલ તેમજ ડાઇનીંગ હોલ સહિત ઉભી કરાયેલી અન્ય આનુસંગિક સુવિધાઓ-સવલતો અને વ્યવસ્થાઓનું પણ નિરીક્ષણ કરી સર્વગ્રાહી સમીક્ષા કરી હતી અને ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરૂં પાડયું હતું.
દેશભરમાં ઊર્જા ક્ષેત્રે થયેલા નવતર આયામોનું મનોમંથન કરવા માટે યોજાઇ રહેલી રાષ્ટ્રીય કક્ષાની આ ઊર્જા કોન્ફરન્સને તા.૧૧ મી ઓકટોબર-૨૦૧૯ ને શુક્રવારના રોજ સવારે ૯-૩૦ કલાકે કેવડીયા કોલોની ટેન્ટ સીટી નં- ૨ ખાતે કેન્દ્રીય ઉર્જા મંત્રી શ્રી આર.કે.સીંગ ખૂલ્લી મૂકશે. આ કોન્ફરન્સમાં દેશભરના તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશના ઊર્જા મંત્રીઓ, ઊર્જા સચિવઓ, વીજ વિતરક કંપનીના ચેરમેનઓ અને મેનેજીંગ ડિરેક્ટરઓ ઉપસ્થિત રહેશે
આ બે દિવસીય કોન્ફરન્સમાં પ્રથમ દિવસે પુનઃપ્રાપ્ય ઊર્જા (રીન્યુએબલ એનર્જી), પ્રધાનમંત્રી કુસુમ યોજનાના અમલીકરણ, સોલાર રૂફટોપ, સરહદી વિસ્તારોમાં રીન્યુએબલ એનર્જીના વિકાસ કાર્યક્રમો, અલ્ટ્રા મેગા રીન્યુએબલ એનર્જી પાર્કસની સ્થાપના સંદર્ભે, ઈઝ-ઓફ-ડુઈંગ બીઝનેશ અંતર્ગત સોલાર અને વિન્ડ પાવર સંદર્ભે હાથ ધરાનાર વિવિધ પ્રોજેકટ સંદર્ભે જમીન ફાળવણી સહિતના આનુસાંગિક કામો તથા રેગ્યુલેટરી ઈશ્યુ સંદર્ભે ચર્ચા-વિચારણા કરાશે.
કોન્ફરન્સના બીજા દિવસે ગુજરાત છેલ્લા ૧૦ વર્ષથી ઊર્જાના તમામ ક્ષેત્રોમાં દેશમાં નંબર-૧ બન્યું છે તે સંદર્ભે વિવિધ રાજ્યોને માહિતગાર કરવા માટે પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી વિગતો પુરી પાડવામાં આવશે સાથે સાથે ગુજરાતે જ્યોતિગ્રામ યોજનાના માધ્યમ દ્વારા તમામ ગામડાઓમાં ૨૪ કલાક વીજળી પુરી પાડી દેશનું રોલ મોડલ બન્યું છે તેજ રીતે વિવિધ રાજ્યોમાં ૨૪ કલાક ગુણવત્તાયુક્ત વીજળી અવિરતપણે કેવી રીતે પહોંચાડી શકાય તે સંદર્ભે પણ તજજ્ઞો સહિત પદાધિકારીઓ દ્વારા વિચાર વિમર્શ કરાશે ઉપરાંત આજ દિવસે ટ્રાન્સમિશન, થર્મલ, એનર્જી કન્ઝરર્વેશન, ઈન્ફોર્મેશન ટેકનોલોજી સહિતના વિષયોનો ઊર્જા ક્ષેત્રે કઈ રીતે ઉપયોગ થઈ શકે તે અંગે પણ ચર્ચા-વિચારણા
કરાશે.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપલા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )