સંખેડા તાલુકાનાં બહાદરપુર ગામે પાછલા 21 વર્ષ થી સફળતા પૂર્વક ઉજવાતા દશા ઝારોલા સમાજ ના દિપાવલી ઉત્સવ ધામ ધૂમ પૂર્વક ચાલુ વર્ષે 22 મો દિપાવલી મહોત્સવ ઉજવાશે.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાનાં બહાદરપુર ગામે પાછલા 21 વર્ષ થી સફળતા પૂર્વક ઉજવાતા દશા ઝારોલા સમાજ ના દિપાવલી ઉત્સવ ધામ ધૂમ પૂર્વક ચાલુ વર્ષે 22 મો દિપાવલી મહોત્સવ ઉજવાશે.

પાછલા 21 વર્ષથી સમગ્ર સમાજ ને એક સૂત્રતા માં બાધીને એક રાખવાનું ભગીરથ કાર્ય સમાજ ના આગેવાનો કરીને આખો સમાજ ભેગો કરીને સવાર સાંજ વાડીમાં સમૂહ ભોજન રાખીને દીપાવલિના ચાર દિવસ આખો સમાજ બહાદરપુર ખાતે ભેગો કરીને જે કાર્ય કરે છે તે કાર્ય સહારાણીય છે.બહાદરપુર સમાજ ના વૈષ્ણવો ગુજરાત ના જુદાજુદા વિસ્તારોમો રહેતા હોય છે જેઓ આખું વર્ષ પોતાના કામ ધંધા માં રહેતા હોય છે આ ચાર દિવસીય કાર્યક્રમ માં સહ પરિવાર આવીને પોતાના બાળકો ને સમાજ ના લોકો ની ઓળખાણ થાય એ માટે ચોક્કસ બહાદરપૂર આવે છે સમાજ ના કેટલા લોકો ના રહેવા માટે ઘર નથી પરંતુ સમાજ ની વાડીમાં બહાર થી આવેલા વૈષ્ણવો માટે રહેવાની પણ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
ચાલુ વર્ષે સમાજ ના 22 માં દિપાવલી મહોત્સવ ની તૈયારીઓ જોરશોર થી કરી દેવા માં આવી છે.આ વર્ષે તારીખ 26/10/2019 થી તા.29/10/2019 સુધી ચાર દિવસ સવાર સાંજ સમૂહ ભોજન બહાદરપૂર વાડીમાં સ્વ.રત્નમનીબેન મનહરભાઈ દેસાઇ,સ્વ.મગનભાઈ ગોરધનભાઈ દેસાઇ,મહેશભાઇ ઓછવલાલ દેસાઇ,સતિષભાઇ દેસાઇ, વ્રજેશભાઈ ચુનીલાલ દેસાઇ,કિશોરભાઇ વિઠલદાસ દેસાઇ પરિવાર તરફથી સવારસાંજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.આ સમગ્ર કાર્યક્રમ માં તા.28/10/2019 ના રોજ બેસતા વર્ષ ના દિવસે સવારે 10:30 કલાકે સમાજનું સ્નેહ સમેલન યોજાસે જેમાં ધોરણ 5 થી 12 માં વધુ માર્કસ સાથે પાસ થનાર સૌ વિધ્યાથીઓ સન્માન કરશે.સાથેસાથે અન્ય ઉચ્ચ ડિગ્રી મેળવનારા વિધ્યાર્થી ઑ નો સન્માન અને દાતાઑ તરફથી ઇનામો નો કાર્યક્રમ પણ રાખેલો છે.

આ સમાજ ના સમેલન માં સંખેડા,બોડેલી,પાવી-જેતપુર, તેજગઢ,છોટાઉદેપુર,કવાટ, જાંબુઘોડા,હાલોલ,વડોદરા, ડભોઇ,નસવાડી,સુરત,અમદાવાદ સહિત ના ગામોમાથી મોટી સંખ્યા માં વૈષ્ણવો સહપરિવાર આવી ને આ કાર્યક્રમને સફળ બનાવશે.

મયુર શેઠ : બહાદરપૂર.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )