બોડેલીના જબુગામ ખાતે શ્રી સાર્વજનિક હાઇસ્કૂલમાં ગરબા મહેત્સવની ઉજવણી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુગામ સ્થિત શ્રી સી.એન.બક્ષી સાર્વજનિક હાઈસ્કૂલમાં શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો એ રંગબેરંગી વસ્ત્ર પરિઘાન કરી માઁ અંબાની આરતી દીપ પ્રગટાવી ને શરૂઆત કરી ડી જે ના તાલે ગરબા,ટીમલી,ધો-ધો ગરબા ની રમઝટ બોલાવી હતી

આ પ્રસંગે શ્રી વિધા જબુગામ ના સહમંત્રી જોરાવરસિંહ ધરીયા, તથા ટ્રસ્ટી ધનશયામસિંહ વાંસદીયા ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓની સાથે ગરબે ધૂમી વિધાથીઁઓનો ઉત્સાહ વધાર્યો હતો ત્યારે શાળા પરિવાર દ્વારા માતાજીની આરતી અને પ્રસાદ સાથે દરેક બાળકોને અલ્પાહાર આપવામા આવ્યો હતો સમગ્ર કાયૅક્રમનું સુંદર આયોજન શાળાના ઉત્સાહી અને સદાય બાળકોની માંગણીને ધ્યાનમાં રાખતા આચાયૅ એન.જે.પંચાલ તથા શાળાના શિક્ષકો અને શાળાના જી.એસ. રાહુલ રાઠવા ના સહકારથી સફળ બન્યું હતુ.શાળાના તમામ શિક્ષકો, આચાયઁ, ટ્રસ્ટીશ્રીઓ પણ ગરબે ધુમીને આ ટુંક સમયના આયોજન ને સફળ બનાવ્યુ હતુ.

પરેશ ભાવસાર
બોડેલી
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )