નર્મદામાં કોવિડના વધુ 07 મૃતકના પરિવારોને રૂા.૫૦ હજારની સહાય ચૂકવાઇ : કુલ-14 મૃતકના પરિવારોને સહાય ચૂકવણી

Spread the love

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર ધ્વારા કોવિડ- ૧૯ થી મૃત્યુ પામેલ મૃતકોની નર્મદા જિલ્લા વહિવટીતંત્રને પ્રાપ્ત થયેલી યાદી પૈકીના વધુ ૭ મૃતકના અસરગ્રસ્ત પરિવારોને જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ આજે તા.૩૦ મી નવેમ્બર,૨૦૨૧ સુધીમાં પ્રત્યેક મૃતક દિઠ રૂા.૫૦ હજાર લેખે સહાયની રકમ જે તે મૃતકના વારસદારોને DBT મારફત ચૂકવી દેવામાં આવી છે. આમ, જિલ્લામાં આ અગાઉ ૭ (સાત) જેટલાં મૃતક પરિવારોને ચૂકવાયેલી સહાય સહિત આજદિન સુધીમાં કુલ-૧૪ જેટલાં મૃતકના પરિવરોને આ સહાયની ચૂકવણી કરાઇ હોવાનું ડિઝાસ્ટર મામલતદાર દ્વારા જણાવાયું છે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )