રાજપીપળા સિંધીવાડમાં પાણીના ટેન્કરની માથાકૂટમાં ધમકી આપનાર 3 શખ્સો વિરુદ્ધ મહિલા કોર્પોરેટરે આપી ફરીયાદ

Spread the love

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળા સિંધીવાડ નજીક પાણીના ટેન્કર બાબતે થયેલી માથાકૂટ માં મારી નાંખવાની ધમકી આપનાર ત્રણ વિરુદ્ધ નગર પાલિકાના મહિલા કોર્પોરેટર એ ફરીયાદ આપતા ગુનો નોંધાયો છે.

મળતી માહિતી અનુસાર રાજપીપળા નગરપાલિકાના કોર્પોરેટર શાહેનુર શાહરૂખાન પઠાણ રહે.રાજપીપલા આરબ ટેકરા એ આપેલી ફરીયાદ મુજબ તેઓ નગર પાલિકા સભ્ય હોય,નગરપાલિકામાં પાણી વિભાગમાં ટેન્કર ઉપર અરબાઝ અસ્લમખાન બલુચી નોકરી કરતો હોય તેમના વોર્ડમાં રહેતા લોકોની પાણીની સમસ્યા તેમજ ધાર્મિક પ્રસોગોપાત પાણીના ટેન્કરની જરૂરિયાત ઉભી થતા નગરપાલિકા પાણી વિભાગમાં પાણીના ટેન્કરો મંગાવવા માટે જાણ કરી પાણીનુ ટેન્કર લઇ સમયસર અરબાઝ અસ્લમખાન બલુચીને જાણ કરવા છતા પોતે મોડે લઇ આવતો હોવાથી શાહેનુર પઠાણે ઠપકો આપતા જેની રીશ રાખી કોર્પોરેટર ના દિયરની લગ્નનો વરઘોડો નીકળેલ તે સમયે અરબાઝ અસ્લમખાન બલુચી અને અક્રમ ઉર્ફે અક્કુ ફોરવ્હીલ ગાડી વરઘોડામાથી પોતાની ફોરવ્હીલ ગાડી નહી કાઢી વારંવાર હોર્ન વગાડી વરઘોડા ના માણસોની નજીકથી ગાડી લઇ આગળ જઇ ઉભી રાખી સાજીદભાઈ સાથે હાથાપાઇ તેમજ ગાળાગાળી શહેનૂર બેનને પણ ગાળાગાળી કરી પતાવી દેવાની ગુન્હાહીત ધમકી આપી તા.૨૮/૧૧/૨૦૨૧ નારોજ અસ્ફાક મહેબુબ પઠાણ તથા જુનેદ ઇનામદાર સીધીવાડ ના નાકા પાસે સ્ટેન્ડ લેવા જતા ત્રણે જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા શાહનુર પઠાણે અરબાઝ અસ્લમખાન બલુચી,અક્રમ ઉર્ફે અક્કુ જેના બાપના નામની ખબર નથી જાતે બલુચી અને તોસીફખાન સીતાબખાન બલુચી ત્રણેય રહે રાજપીપલા સીધીવાડ વિરુદ્ધ ફરીયાદ કરતા રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )