અસા મુકામે આંખની તપાસ તથા વિનામૂલ્યે ઓપરેશન સીબીર નું આયોજન કરવામાં આવ્યું

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

શિબિરમાં ઉમરલા તથા આજુબાજુ ના ગામો ના કુલ 187 દર્દીઓએ શિબિરનો લાભ લીધો.

28 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રીફર કરવામાં આવ્યા.

રાજશ્રી પોલીફીલ કંપની તથા સેવા રૂરલ ઝઘડિયા ના સંયુક્ત ઉપક્રમે અશા મુકામે આવેલ સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે આંખ તપાસ તથા વિનામૂલ્યે ઓપરેશન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ઉમલ્લા તથા આજુબાજુના ગામોના કુલ 187 દર્દીઓએ શિબિરનો લાભ લીધો હતો. કુલ 28 દર્દીઓને મોતીયાના ઓપરેશન માટે રીફર કરવામાં આવ્યા હતા અને કુલ 10 દર્દીઓને માંડવી મુકામે ઓપરેશન કરવા માટે મોકલવામાં આવ્યા હતા. કુલ 66 નંગ ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું તથા 25 લોકોને દવાનું વિતરણ કરવામાં આવ્યું. રાજશ્રી પોલીસીલ ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામ પાસે આવેલ બી. કે. બિરલા ગ્રૂપની કંપની સમયાંતરે વિવિધ સમાજ લક્ષી પ્રવૃત્તિઓ કરતી રહેતી હોય છે. જેના ભાગરૂપે આ નેત્ર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ:જ્યોતિ જગતાપ, રાજપીપળા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )