છોટાઉદેપુર જિલ્લાની રોજકુવા ઉચ્ચ શ્રેષ્ઠ પ્રા. શાળા ખાતે નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરાઈ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

પરેશ શાહ દ્વારા…… તેજગઢ

રોજકુવા ઉચ્ચ શ્રેષ્ઠ પ્રાથમિક શાળમાં અધશક્તિનું પર્વ એટલે કે ‘નવરાત્રિ’ની ઉજવણી માં શાળાના બાળકો તથા શાળા પરિવારે ઉત્સાહ ભેર ભાગ લઈને શાનદાર ઉજવણી કરવામાં આવી.

શાળામાં ‘જગત જનની માં ભગવતી’ ની આરાધના માટે શાળામાં સાંજના સમય પસંદ કરીને શાળાના મેદાનમાં બધાજ બાળકોને એકઠા કરીને ‘માંઅંબાની આરતી’ ઉતારીને માં ના ગુણલા ગાવા માટે ગરબાની શરૂઆત કરવામાં આવતી શાળાના બાળકોને ‘માં’ ના ગરબા ગાવાની તથા રમવાની મજા આવી.
નવરાત્રિ મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે શાળના બાળકો માં રહેલ શક્તિ ને બહાર લાવવા માટે વિવિધ હરીફાઈઓ યોજવામાં આવી(૧) ગરબો રમવો(૨)ગરબા ગાવા(૩)વાજિંત્રો વગાડવા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને બાળકોને પસંદ કરવામાં આવ્યા. નવરાત્રિના ના આ મહાપર્વની ઉજવણીમાં ભાગ લઈને ખૂબ મજા આવી.
નવરાત્રિના આ મહાપર્વના મહત્વને શાળાના બાળકોને સમજાવવામાં આવ્યું .શક્તિના વિવિધ સ્વરૂપો,એકાવન શક્તિપીઠની માહિતી
ઉજવણી કેવી રીતે?,ક્યાં ક્યાં?
ગુજરાતના ‘નવરાત્રિ’ મહાપર્વની ઉજવણી દુનિયામાં આગવું સ્થાન…વગેરે બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા.
રોજકુવા ઉચ્ચ શ્રેષ્ઠ પ્રાથમિક શાળામાં નવરાત્રિ ઉત્સવની ઉજવણી માં ભાગ લેનાર તમામ બાળકોને શ્રી જગદીશભાઈ એન મકવાણા દ્વારા બોલપેન આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.માં સરસ્વતી જય ,માં અંબાની જય સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )