ઈન્ટુક માન્ય એસ.ટી કર્મચારી યુનિયન વડોદરા વિભાગ ની વાર્ષિક સાધારણ સભા આજે બોડેલીનાં અલીપુરા ખાતે રાજપૂત સમાજ ની વાડીમાં મળી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
ઈન્ટુક માન્ય એસ.ટી કર્મચારી યુનિયન વડોદરા વિભાગ ની વાર્ષિક સાધારણ સભા આજે બોડેલીનાં અલીપુરા ખાતે રાજપૂત સમાજ ની વાડીમાં મળી હતી ત્યારે યુનિયનમાં જોડાયેલા કુલ ૭૫૦ સભાસદ કર્મચારીઓ પૈકી ૩૫૦ જેટલા સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.
છેલ્લા ઘણા સમયથી યુનિયનના હોદ્દેદારો એ યુનિયનને બંધારણ મુજબ બોલાવવામાં આવતી વાર્ષિક સાધારણ સભા 2017 પછી બોલાવી ના હોય અને કર્મચારીઓ ની કોઈ વાત પ્રશ્નો હોદ્દેદારો સાંભળતા ન હોય કે તેને યોગ્ય રજૂઆત ઉપર સુધી કરવામાં આવતી હોય યુનિયનમાં જોડાયેલા સભાસદોએ ભેગા મળી આજે આ ખાસ વાર્ષિક સાધારણ સભા બોલાવી હતી.
આજ ની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત સભાસદોએ યુનિયનના નવા હોદ્દેદારોની વરણી કરતા પ્રમુખ તરીકે બોડેલીના હિતેન્દ્ર પટેલ જનરલ સેક્રેટરી તરીકે વડોદરાના અમિત એમ શાહ કાર્યકારી પ્રમુખો તરીકે વડોદરાના મહેન્દ્રસિંહ સિંધા અને વાઘોડિયાના ચેતનભાઇ પંચાલ ખજાનચી તરીકે કરજણના નિલેશ એન ભટ્ટ તેમજ એકશન કમિટીના પ્રમુખ તરીકે રિતેશ રાવ ને કાર્યભાર સોંપાયો હતો.
હાલ એસટી નિગમ દ્વારા એસટી બસોમાં જીપીએસ ની સુવિધા શરૂ કરતા એસટી બસ લઈને જતા આવતા ડ્રાઇવર તથા કંડકટરોને જીપીએસ ના કારણે રસ્તામાં મુસાફરોની ઇમર્જન્સી ,ખરાબ રસ્તાઓ તેમજ રસ્તા ઉપર થતાં ટ્રાફિકજામના પ્રશ્નોને કારણે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે અને સમય સચવાતો નથી આ મુખ્ય સમસ્યા ની સાથે સાથે કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ મળવો ગણવેશ મળવો જેવા અન્ય નાના-મોટા પ્રશ્નો ની ચર્ચા થતા નવા વરાયેલા પ્રમુખ હિતેન્દ્ર પટેલ તેમજ જનરલ સેક્રેટરી અમિત શાહે કર્મચારીઓના પ્રશ્નો ને વાચા આપી નિગમના અધિકારીઓ સુધી પહોંચાડી તેનો સહજતાપૂર્વક યોગ્ય નિકાલ આવે તે માટે હોદ્દેદાર હંમેશા કાર્યરત રહી પ્રશ્નોના ઉકેલ માટે ઘટતું કરશે તેવી હૈયાધારણ આપી હતી.
અત્યાર સુધીના જૂના હોદેદારો કર્મચારીઓ ના કોઈ કામો કરતાં હોય અને તેમના હોદ્દાઓ છીનવાઈ જવાના ડરથી વાર્ષિક સાધારણ સભા બોલાવતાં હોવાનું કર્મચારીઓમાં ચર્ચાતું હતું.
પરેશ ભાવસાર
બોડેલી
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )