બોડેલી એસટી ડેપો માં મુસાફરનું રૂપિયા ૫૦ હજારનું ખિસ્સું હળવું કરી ખિસ્સાકાતરૂ ફરાર : ભોગ બનનારે બોડેલી પોલીસને જાણ કરી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી એસટી ડેપોમાં આજે એક મુસાફરનું બસમાં ચડતી વખતે કોક ખિસ્સાકાતરૂ મુસાફરનું રૂપિયા ૫૦ હજારનું ખિસ્સું હળવું કરી ફરાર થઇ જવાના બનાવ પ્રકાશમાં આવ્યો છે જેને લઇ મુસાફર જનતામાં ગભરાટ વ્યાપી જવા પામ્યો છે ત્યારે એસટી ડેપોમાં એક કાયમી પોલીસ પોઈન્ટ મૂકવામાં આવે કેવી લાગણી મુસાફર જનતામાં વર્તાઈ રહી છે .

આજે બનેલા ઉપરોક્ત બનાવ અંગે જાણવા મળ્યા મુજબ બોડેલીના ડભોઇ રોડ પર આવેલ પાણીની ટાંકી પાસે રહેતા નજીદખાન જમીલખાન પઠાણ બોડેલી થી હાલોલ ધંધાર્થે જવા બોડેલી એસટી ડેપોમાં ગયા હતા અને હાલોલ તરફ જતી બસમાં ચડતી વખતે કોક ખિસ્સાકાતરૂ એ નજીદખાન પઠાણે તેમના ખીસ્સામાં થેલીમાં રાખેલ રૂપિયા ૫૦ હજારના બંડલ ને સિફતપૂર્વક કાઢી લઇ નવ દો ગ્યારાહ થઈ ગયો હતો. ખિસ્સામાંથી રૂપિયા ૫૦ હજારનું બંડલ કોક ખિસ્સાકાતરૂ ખિસ્સું કાપી લઇ ગયાનું નજીદખાન પઠાણ ને બસમાં ઉપર ચડતાની તુરત જ માલુમ પડતા તેઓ બસની નીચે ઉતરી જઈ શોધખોળ કરી હતી પરંતુ કાંઈ ન જણાતા તેઓ એસ.ટી.ડેપોના કંટ્રોલ પોઇન્ટ પર પહોંચી કંટ્રોલને જાણ કરી હતી ત્યારે તેઓના સંબંધી ને જાણ થતાં તેઓ પણ એસટી ડેપો પર દોડી ગયા હતા અને કંટ્રોલ પોઇન્ટ પર જઇ બનાવની જાણ કરી એસટી ડેપો મુકાયેલા સીસીટીવી કેમેરા ના ફૂટેજ તપાસવા જણાવતા કોઈ કારણોસર એસ.ટી.ડેપોના સીસીટીવી કેમેરા ગાંઠીયા સમાન હોવાનું માલુમ પડયું હતું જેથી નજીદખાન પઠાણ અને તેમના સંબંધી વાહીદખાન પઠાણ બંને બોડેલી પોલીસ સ્ટેશન પહોંચી પોલીસને બનાવની જાણ કરી હતી જેથી પોલીસે તપાસ હાથ ધરી હતી પરંતુ એસટી ડેપોમાં કોઈ કાયમી પોલીસ પોઈન્ટ ન હોવાના કારણે આવા ગુનેગારોને છૂટો દોર મળતો હોવાનું મુસાફર જનતામાં ચર્ચાઈ રહ્યું હતું જેથી ડેપોમાં કાયમી પોલીસ પોઈન્ટ મુકાય તો ચોક્કસ આવા બનાવો પર અંકુશ આવે તેવી લાગણી મુસાફર જનતામાં જોવા મળી હતી.
પરેશ ભાવસાર
બોડેલી
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )