જી.ટી.યુ. દંગલમાં એસ.વી.આઇ.ટી. ની ટીમ વિજેતા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ડૉ. દિપક શેઠ દ્વારા……

તાજેતર માં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ની કુસ્તી ની સ્પર્ધા નું આયોજન નારાયણ લાલા કોલેજ નવસારી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સાથે સંલગ્ન ગુજરાત ની પાંચ

ઝોન ની કોલેજે એ ભાગ લીધો હતો.

ભાઈઓ ની સ્પર્ધા માં એસ. વી. આઇ. ટી. વાસદ ના ભાઈઓ એ ખૂબ જ ઉચ્ચ કોટિ ની રમત નું પ્રદર્શન કર્યું હતું અને ફ્રી સ્ટાઇલ કુસ્તી માં ૪ ગોલ્ડ અને ૧ સિલ્વર મેડલ મેળવ્યો હતો તથા ગ્રીકો રોમન કુસ્તી સ્પર્ધા માં એસ. વી. આઇ. ટી. ના ભાઈઓ એ ૩ ગોલ્ડ અને ૧ સિલ્વર મેડલ મેળવ્યો હતો.

બહેનો ની સ્પર્ધા માં પ્રથમ વખત ભાગ લેતા એસ.વી.આઇ.ટી. ની બહેનો એ ૧ ગોલ્ડ અને ૧ સિલ્વર મેડલ જીતો હતો.

વિગતવાર પરિણામ નીચે મુજબ હતા.

ફ્રી સ્ટાઇલ ભાઈ ઓ પ્રથમ સ્થાન

૧) વિકાસ ચૌધરી (૫૭ કિલોગ્રામ વર્ગ)

૨) દિશાંત ભંડારી (61 થી 65 કિલોગ્રામ વર્ગ)

૩) યશ કુમાર ચૌહાણ (70 થી 74 કિલોગ્રામ વર્ગ)

૪) યશ ચંદવાણી (98 થી 125 કિલોગ્રામ વર્ગ)

દ્વિતિય સ્થાને

બ્રિજેશ વેગડ (૮૬ થી ૯૨ કિલોગ્રામ વર્ગ)

ગ્રીક રોમન સ્ટાઈલ ભાઈઓ પ્રથમ સ્થાન

૧) જયરાજ પરમાર (55 કિલોગ્રામ વર્ગ)

૨) ગૌતમ વાઘ (67 થી ૭૨ કિલોગ્રામ વર્ગ)

૩) સાર્થક પટેલ (72 થી 77 કિલોગ્રામ વર્ગ)

દ્વિતીય સ્થાન

હર્ષ પટેલ (67 થી 72 કિલોગ્રામ વર્ગ)

બહેનો માં ફ્રી સ્ટાઈલ કુસ્તી

પરખ ચોકસી પ્રથમ અને શિવાની પરમાર દ્વિતીય સ્થાન.

પ્રથમ સ્થાને રહેલ ખેલાડીઓ હવે પછી આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં ભાગ લેવા માટે વેસ્ટ ઝોન આંતર યુનિવર્સિટી સ્પર્ધા માં જી.ટી.યુ. નું પ્રતિનિધિત્વ કરશે.

એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષ શ્રી ભાસ્કરભાઈ પટેલ સેક્રેટરી શ્રી ભાવેશભાઇ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી દિપકભાઈ પટેલ, કેમ્પસ ડાયરેકટર ડૉ. જે. એન. શાહ અને આચાર્ય ડૉ. એસ. ડી. ટોલીવાલ અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી શુભેચ્છા ઓ પાઠવવા મા આવી હતી.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )