શેઠ એચ.એચ શિરોલાવાલા હાઈસ્કૂલ બોડેલી માં “સ્વચ્છ ભારત – સ્વસ્થ ભારત” અંતર્ગત મહિલા સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન ના કાર્યક્રમ યોજાયો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે વિસ્તારની પ્રતિષ્ઠિત એવી શેઠ એચ.એચ શિરોલાવાલા હાઈસ્કૂલ મા ” સ્વચ્છ ભારત – સ્વસ્થ ભારત ” અંતર્ગત મહિલા સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન ના કાર્યક્રમ ના સાથે શાળામાં અભ્યાસ કરતી દીકરીઓ માટે ગર્લ્સ રૂમ પેડ મશીન તથા ઈનસીનેટર મશીન ના ઉદઘાટન કાર્યક્રમ એમ જે એફ લાયન મહેશભાઇ શાહ ( ડિસ્ટ્રિક્ટ ગવર્નર ), લાયન હેમલતાબેન ઉમટ ( ડાયરેક્ટર ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ), તેમજ લાયન સુનિલભાઈ બેન્કર્સ (રિજીયોન મેનેજર) ની ઉપસ્થિતિમાં યોજાયો હતો ત્યારે શેઠ એચ.એચ શિરોલાવાલા હાઈસ્કૂલ કમિટીના ઉપપ્રમુખ કંચનભાઈ પટેલ તથા ટ્રસ્ટીઓ બાબુભાઈ કંસારા ઈશ્વરભાઈ ઠક્કર દિનેશભાઈ શાહ ભાવેશભાઈ શિરોલાવાલા વિગેરે સહિત શાળાના આચાર્ય જીગ્નેશ આર. શાહ, સુપરવાઇઝર શિક્ષકો સાથે શાળા પરિવાર અને શાળાની બાળાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.

શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના સાથે શરૂ થયેલ કાર્યક્રમ માં ઉપસ્થિત ઉપરોક્ત મહેમાનોનું સ્વાગત કરતા શાળાના આચાર્ય જીગ્નેશ શાહે દરેક વ્યક્તિ પોતાની જગ્યા સ્વચ્છ રાખશે તો આપોઆપ રાષ્ટ્ર સ્વચ્છ અને સ્વસ્થ બની જશે તેમ કહી સ્વચ્છ ભારત સ્વચ્છ ભારત નો સંદેશો આપી ઉપસ્થિત મહેમાનો તેમજ શાળા સંચાલક મંડળના હોદ્દેદારો અને શાળાની બાળાઓ ને આવકાર્યા હતા ત્યારે ઉપસ્થિત શાળા સંચાલક મંડળના હોદ્દેદારો ના હસ્તે ઉપસ્થિત મહેમાનો ને પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સન્માનિત કરી સ્વાગત કરાયું હતું.
મહિલા સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન અંતર્ગત શાળાના શિક્ષિકા બેન શ્રીમતી જી એસ પટેલ તથા અનિતાબેન બારોટ એ મહિલા સ્વાસ્થ્ય ની સાથે સાથે મહિલા જાગૃતિ અંગે વિસ્તારપૂર્વક વક્તવ્ય આપી ઉપસ્થિત બાળાઓને વિશેષ માહિતી પુરી પાડી હતી આ સાથે તેઓએ વર્ષ દરમિયાન શાળામાં થતી પ્રવૃત્તિઓ માં યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં
“બેટી બચાવો..બેટી પઢાવો ” અંતર્ગત પોતાના વિચારો રજૂ કર્યા હતા. આજના કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત લાયન શ્રીમતી હેમલતાબેન ઉમટે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું કે દરેક બાળાઓના પ્રશ્નો સાંભળવા જોઈએ અને હવે પહેલા નારીઓને અબળા ગણવામાં આવતી હતી પરંતુ હવે બધી નારીઓ સબળા બની છે અને સબળા કહેવાય છે તેમ કહી તેઓએ બાળાઓને સબળા બનવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત એમ જે એફ લાયન મહેશભાઈ શાહે મહિલા સ્વાસ્થ્ય પર ભાર મૂક્યો હતો અને મહિલા સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન સમાજ અને રાષ્ટ્ર માટે ખૂબ જ લાભદાયક હોવાનું જણાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન શિરોલાવાલા હાઇસ્કુલ માં બનાવાયેલ ગર્લ્સ સ્માર્ટ રૂમ , પેડ મશીન તથા ઈનસીનેટર મશીન નું લાયન હેમલતાબેન ઉમટ, એમ જે એફ લાયન મહેશભાઇ શાહ રિજીયોન ચેરમેન સુનિલભાઈ બેન્કર્સ, તેમજ શાળા સંચાલક મંડળના હોદ્દેદારો સાથે છોટાઉદેપુર જીલ્લા ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના મહામંત્રી શ્રીમતી ઉષાબેન પટેલ સહિત ઉપસ્થિત તેઓના સાથી હોદ્દેદારો દ્વારા ઉદ્ઘાટન કરી બાળાઓને પેડ નું વિતરણ કરી ઉપરોક્ત મશીનો બાળકો માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમનાં અંતે શાળાના શિક્ષક એસ.એસ. પટેલે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા બદલ લાયન્સ ક્લબના હોદ્દેદારો જિલ્લા તાલુકા ભાજપના મહિલા મોરચાના હોદેદારો અને શાળા સંચાલક મંડળના હોદ્દેદારો આભાર વ્યક્ત કર્યો હતો.
પરેશ ભાવસાર
બોડેલી
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )