રાજપીપળા ST ડેપોમાં રોમિયોગીરી કરતા યુવાનોને નિર્ભયા સકોર્ડની ટીમે શબક શીખવાડયો

Spread the love

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નર્મદા જિલ્લામાં નિર્ભયા સ્કોડ ની રોમિયોગીરી કરતા લોકો ઉપર બાજ નજર હંમેશા રહે છે જેના કારણે શાળા કોલેજમાં અભ્યાસ માટે જતા બહેનો અગાઉ કરતા હવે સુરક્ષિત રીતે પોતાનો અભ્યાસ કરે છે છતાં ક્યારેક આદત સે મજબૂર બનેલા કેટલાક યુવાનો પોતાની રોમિયોગીરી કરતા હોય આવા સમયે નિર્ભયા સ્કોર્ડ તુરત એક્ષનમાં આવે છે.
જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાલ રાજપીપળા એસટી ડેપો ઉપર રોમિયોગીરી કરતા અને બાઇકો પર વગર કામે આટા ફેરા મારતા યુવાનોને પકડીને નિર્ભયા સ્કોર્ડ ની બહેનો એ બરાબરનો પાઠ ભણાવતા રોમિયોગીરી કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને નિર્ભયા ની જાંબાઝ બહેનોના કારણે આપણી બહેન દીકરીઓ સ્કૂલ,કોલેજ જતી પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરી રહી છે. આ કામગીરીમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા પીએસઆઈ કે.કે પાઠક તથા નિર્ભયા સકોર્ડની બહેનો ખુબજ કડકાઈથી રોમિયોગીરી ડામવા મેદાનમાં છે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )