વિરપોર ત્રણ રસ્તા પાસેથી આમલેથા પોલીસે કેફી પીણું પી ટ્રક ચલાવતા 2 ચાલકોને ઝડપી પાડ્યા

Spread the love

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના વિરપોર ત્રણ રસ્તા પાસેથી આમલેથા પોલીસે પેટ્રોલીંગ દરમિયાન કેફી પીણું પી નશાની હાલતમાં ટ્રક ચલાવતા બે ચાલકો ને પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર તારીખ 25,10,21 ના બપોરે 3.30 કલાકે આમલેથા પોલીસના માણસો વિરપોર ત્રણ રસ્તા પાસે હતા તે સમયે સહેન્દ્રભાઇ રામભરોસ યાદવ,રહે.યુપી પોતાના ક્બ્જામાની હાઇવા ટ્રક નંબર GJ-21-W-9333 ની દારૂ જેવુ કેફી પીણુ પી નશો કરેલી હાલતમાં જાહેર રોડ ઉપર ચલાવી લાવી પકડાઇ ગયો હતો જ્યારે 3.45 કલાકે કૈલાસભાઇ જોગાભાઇ પરમાર રહે.એમપી નાઓ પોતાના ક્બ્જામાની હાઇવા ટ્રક નંબર GJ-34-T-1261 ની દારૂ જેવુ કેફી પીણુ પી નશો કરેલી હાલતમાં જાહેર રોડ ઉપર ચલાવી લાવતા આ બંને ચાલકો ને આમલેથા પોલીસે પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )