દિયોદર ના સેસણ ના યુવાન ની રૈયા ગામ ની સિમ માંથી લટકતી લાશ મળી

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  

આત્મ હત્યા કે હત્યા ? યુવાન સોમવારે સાંજે ઘરે થી નીકળ્યો હતો

દિયોદર ના સેસણ ના યુવાન ની રૈયા ગામ ની સીમ માંથી લટકતી હાલત માં લાશ મળી આવતા સમગ્ર પથક માં ભારે ચકચાર મચી જવા પામી છે જે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકા ના સેસણ ગામે રહેતા રમઝાનખાન અકબરખાન બલોચ ઉ 28 નામ ના યુવાન સોમવારે સાંજે ઘરે થી રૈયા ગામે જવાનું કહી નીકળ્યો હતો જેમાં મોડી રાત સુધી પરત ફર્યો ન હતો જેમાં રૈયા ગામ ની સિમ માંથી એક ઢુંલા પર ગળે ટૂંપો ખાધેલ હાલત માં લટકતી લાશ જોવા મળતા આજુ બાજુ વિસ્તાર માંથી લોકો ના ટોળા એકઠા થઇ ગયા હતા જેમાં બનાવ ની જાણ દિયોદર પોલીસ ને કરવામાં આવતા દિયોદર પી એસ આઈ એચ પી દેસાઈ પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પોહચી તપાસ શરૂ કરી હતી જેમાં મૃતક ના પરિવારજનો ને પણ આ બાબતે જાણ કરવામાં આવતા મૃતક ના પરિવારજનો પણ બનાવ સ્થળે દોડી આવ્યા હતા જેમાં પોલીસે મૃતક ની લાશ ને દિયોદર રેફરેલ હોસ્પિટલ પી એમ માટે લાવી વધુ તપાસ હાથ ધરી છે…

આત્મ હત્યા કે હત્યા રહસ્ય અંકબંધ તપાસ ધમધમાટ

સેસણ ગામ ના યુવાન ની લાશ રૈયા ગામ ની સિમ માંથી મળી આવી છે જેમાં આ લાશ નું રહસ્ય અંકબંધ છે યુવાન રૈયા ગામે કેમ આવ્યો હતો? યુવાને ક્યાં કારણસર ઢુંલા પર દુપટ્ટા વડે ગળે ટૂંપો ખાઈ આપઘાત કર્યો..? શુ યુવાન અવાર નવાર રૈયા ગામે આવતો હતો..તેને લઈ ને રહસ્ય ઘેરાયું છે હાલ તો પોલીસે એડી મુજબ ગુન્હો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે

સાંજે 6 વાગે ઘરે થી નીકળ્યો હતો -તાજખાન બલોચ મૃતક નો ભાઈ

રમઝાનખાન સોમવારે ઘરે થી નીકળ્યો હતો જેમાં રાત્રે ઘરે પરત આવ્યો ન હતો જેમાં તે હરિપુરા ગામે રોકાયો હોવાનું જાણવા મળ્યું હતું જેમાં વહેલી સવારે મારા નાના ભાઈ ની લાશ મળી છે અમો એ પોલીસ ને આ બાબતે જાણ કરી ફરિયાદ આપી છે અમને ન્યાય મળવો જોઈએ ..

અહેવાલ ,: રઘુભાઈ નાઈ દિયોદર, બનાસકાંઠા

 •  
 •  
 •  
 •  
 •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )