ઉપરવાસમાં વરસાદ પડતાં કરજણ ડેમના ચાર ગેટ ખુલ્લા કરી 25000 ક્યુસેક પાણી છોડાયુ 06 ગામોને એલર્ટ કરાયા

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : કરજણ ડેમમાં ઉપરવાસ માંથી વરસાદના કારણે પાણીની આવક અચાનક વધતા ડેમનું રુલ લેવલ જાળવવા સવારથી ચાર ગેટ ખુલ્લા કરાયા હતા જેમાં તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું હોય સાંજે ચાર વાગે ડિઝાસ્ટર મામલતદાર ના જણાવ્યા મુજબ 25000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, ડેમની સપાટી 113.80 મીટર નોંધાઈ છે પાણીની આવક 15,890 ક્યુસેક અને જાવક 25000 ક્યુસેક જોવા મળી હતી. જ્યારે રુલ લેવલ 113.75 રહ્યું હતું.નાંદોદ તાલુકના કુલ 06 જેવા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા હતા જેમાં નાંદોદ તાલુકાના ભદામ,ધાનપોર,ધમણાચા, હજરપરા,રૂંઢ અને રાજપીપળા નો સમાવેશ થાય છે.જો ઉપરવાસમાં વરસાદ ચાલુ રહેશે તો તબક્કાવાર 50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે.

 •  
 •  
 •  
 •  
 •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )