જીલ્લા શિક્ષણાધિકારી કચેરી પાટણ દ્વારા એક નવતર પહેલ

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  

“સ્વાન્તઃ સુખાય- ગુણવત્તા અભિવૃદ્ધિ કાર્યક્રમ”

આજરોજ પાટણ જિલ્લાની જાફરી હાઈસ્કુલ ખાતે પાટણ જીલ્લાના ચુનંદા શિક્ષકોના સહકારથી એક નવતર પહેલ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતું પ્રત્યેક બાળક ગુણવત્તા યુક્ત શિક્ષણ મેળવી શકે તે રહેલો હતો અને આવા શુભ અને પવિત્ર આશયથી આગામી સમયમાં પાટણ જીલ્લાની તમામ શાળાઓના ગુજરાતી, સામાજીક વિજ્ઞાન, ગણિત-વિજ્ઞાન તથા અંગ્રેજી વિષયના શિક્ષકોને માર્ગદર્શિત કરવામાં આવશે.શાળા કક્ષાએ પડતી મુશ્કેલીઓના માર્ગદર્શન માટે આગામી સમયમાં વર્કશોપ કરવામાં આવનાર છે. આ પ્રસંગે પાટણ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જયરામભાઇ જોષી સાહેબ,(શિક્ષણ નિરીક્ષક) શ્રી દિનેશભાઈ પ્રજાપતિ અને રાજુભાઈ દેસાઈ તથા (મદદનીશ શિક્ષણ નિરીક્ષક) શ્રી જગદીશભાઈ ગોસાઈ,શ્રી રિન્કેશભાઇ સોલંકી,શ્રી રાજેન્દ્રભાઇ જાદવ,શ્રી મુકેશભાઈ શ્રીમાળી વગેરે ઉપસ્થિત રહી ચુનદા શિક્ષકોને માર્ગદર્શિત અને ઉપરોક્ત કાર્યક્રમની બલ્યુ પ્રિન્ટ સમજ આપી હતી…

અહેવાલ : રઘુભાઈ નાઈ દિયોદર, બનાસકાંઠા

 •  
 •  
 •  
 •  
 •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )