નવનિયુક્ત આદિજાતિ રાજયમંત્રી નિમિષા બેન સુથાર ની ઉપસ્થિતિમાં નર્મદા માં પ્રધાનમંત્રી મોદીના જન્મ દિવસે વિવિધ કાર્યક્રમો યોજાયા

Spread the love

રાજપીપલા શહેરી વિસ્તાર ઉપરાંત જિલ્લાના પાંચેય તાલુકાઓમાં ૬ જનહિતકારી કાર્યક્રમોનું આયોજન

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : તા.૧૭ મી સપ્ટેમ્બર,૨૦૨૧ ને શુક્રવારના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે “ગરીબોની બેલી સરકાર” કાર્યક્રમોનું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં નવનિયુક્ત આદિજાતિ વિકાસ રાજયમંત્રી નિમિષા બેન સુથાર ની ઉપસ્થિતિ માં કલેકટર ડી.એ. શાહના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા નર્મદા જિલ્લાના નાંદોદ સહિતના તાલુકાઓમાં તેમજ રાજપીપલા નગરપાલિકા વિસ્તાર સહિત કુલ-૬ જેટલા સ્થળોએ વિવિધ પ્રજાહિત કલ્યાણલક્ષી યોજનાઓના કાર્યક્રમ યોજવામાં આવ્યાં

આદિજાતિ વિકાસ મંત્રી નિમિષાબેન સુથાર મંત્રીપદે બિરાજમાન થયા બાદ પ્રથમ વખત રાજપીપળા આવ્યા હતા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું તેઓએ ભાજપ ના કાર્યકર્તાઓ દ્વારા ચાલી રહેલ બ્લડ ડોનેશન કેમ્પ ની મુલાકાત લીધી ઉપરાંત રાજપીપળા ગાર્ડન માં વૃક્ષારોપણ કર્યું હતુ અને વેકસીનેશન મહા અભિયાન ને લિલી ઝંડી આપી શરૂઆત કરાવ્યું હતું તેમજ હેલ્થ ચેકપ કેમ્પ ના લાભાર્થી ના ખબર પૂછ્યા હતા.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )