વડાપ્રધાન મોદીના ૭૧માં જન્મદિવસે ૩૫ થી વધુ નવયુવાનો ફીટ ઇન્ડિયા રન ઇન્ડિયા ના ઉદ્દેશ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી દોડી ને પહોંચ્યા

Spread the love

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : આપણા દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના ૭૧ માં જન્મદિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાના ૩૫ થી વધુ નવયુવાન ફિટ ઇન્ડિયા રન ઇન્ડિયા ના ઉદ્દેશ થી યુવા પેઢીને ઉત્સાહિત કરવા માટે ૧૬ તારીખે સવારે ૭ વાગે આ નવયુવાનો ભરૂચથી દોડ શરૂ કરી નીકળેલા જે આજરોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વિશ્વની સૌથી મોટી ૧૮૨ મીટરની સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જે પ્રતિમા છે. ત્યાં પુષ્પાંજલિ કરી. અને દરેક નવયુવાનોને સંદેશો પાઠવે છે. કે તમે પણ દેશના સર્વાંગી વિકાસ માટે તમામ યુવાઓને જાગૃત થઈ અને આગળ આવે એવી સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. સરપંચ પરિષદનાં પ્રમુખ નિરંજન વસાવા પણ તેમની દોડમાં સહભાગી બન્યા હતાં

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )