દેશભરના નાગરિકો વધુ એક વખત કતારોમાં ઊભા રહેવા તૈયાર રહે : ગૃહમંત્રી અમિત શાહ લાવી રહ્યા છે સ્માર્ટ કાર્ડ….

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

વાંકાનેર સહિત દેશભરના નાગરિકો કલર ચુંટણી કાર્ડ, નોટબંધી, આધાર કાર્ડ, જનધન યોજના સહિતની અનેક યોજનાઓની કતારોમાં અર્થાત લાઈનમાં ઊભા રહીને ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે વધુ એક યોજના માટે કતારોમાં ઊભા રહેવાની દેશભરના નાગરિકો પૂર્વ તૈયારી કરે તેવા સંકેતો દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આપવામાં આવી રહ્યા છે જે અંતર્ગત ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે કે દેશમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને પાનકાર્ડ ની જગ્યાએ એક નવું ‘ સ્માર્ટ કાર્ડ ‘ દેશના દરેક નાગરિકને આપવામાં આવે જેથી કે નાગરિકોને રાખવા પડતા અલગ-અલગ પુરાવામાંથી છુટકારો મળી શકે. ગૃહમંત્રીના આ પ્રસ્તાવ પછી ટુંક સમયમાં જ દેશમાં એક ‘ સ્માર્ટ કાર્ડ ‘ લાગુ થઈ શકે છે તેના માટે નાગરિકો કતારો માં ઊભા રહેવાની તૈયારી કરી રાખે, કતારોમાં ઊભા રહેવાની આદત તમામ નાગરિકોને પડી ચૂકી છે અને એક બાદ વધુ એક કતારોથી શું ફેર પડે ????દેશમાં પ્રથમ ચૂંટણી કાર્ડ માટે લાંબી લાઈનો, બાદ કલર ચુંટણી કાર્ડ માટેની લાંબી લાઈનો, બાદમાં પાન કાર્ડ માટેની કતારો, બાદ જનધન યોજનામાં બેન્ક એકાઉન્ટ ખોલવા માટે લાંબી લાઈનો, ત્યારબાદ સદીની સૌથી મોટી નોટબંધી માટેની લાંબી લાઈનો તો સૌને યાદ જ હશે અને હાલ નાગરિકો નવા આધારકાર્ડ કઢાવવા અને સુધરાવવા અને માટેની લાંબી કતારોમાં ઊભા રહ્યા બાદ પણ બીજીવાર કેન્દ્રમાં બીજેપી સરકાર નું પુનરાવર્તન થયું એનો સીધો મતલબ થાય છે કે દેશના નાગરિકોને લાંબી કતારોમાં (લાઇનમાં) ઉભા રહેવાની આદત પડી ચૂકી છે. તે બાબત દેશના નાગરિકોને સ્વીકાર્ય હોવાનું માનીને વધુ એક લાંબી લાઈનોમાં નાગરિકોને ઊભા રાખવાનું આયોજન પી.એમ. નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમીત શાહ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે જે લાંબી લાઈનો નું નામ હશે ” સ્માર્ટ કાર્ડ લાઈનો ” આનો સીધો મતલબ જોઈએ તો દેશના નાગરિકો માટે સરમુખત્યારશાહી ચલાવવાનો સીધો કારસો રચાઈ રહ્યો છે. ભારત દેશને પોતાની પેઢી સમજનારા આ શાસક બેલડી નાગરિકોને કચરાટોપલી સમજીને ગેર ઉપયોગ કરી રહી છે….

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )