પાવી જેતપુર સેવા સદન ખાતે પ્લાસ્ટીક મુક્ત ભારત અભિયાન અંતર્ગત ફિલ ધ બોટલ કેમ્પએનમાં પ્લાસ્ટિક હાઉસ તૈયાર

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવા છોટાઉદેપુર જિલ્લામાં એક નવતર અભિગમ અપનાવ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા ભેગી કરાયેલી પ્લાસ્ટિક બોટલ નો ઈંટની જગ્યા ઉપયોગ કરી સરકારી કચેરીમાં એક મકાન બનાવવામાં આવ્યું છે.
પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવા ના આહવાન ની દિશામાં છોટાઉદેપુર જિલ્લાના વહીવટી તંત્ર એ એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જિલ્લા કેલટર સુજલ મયાત્રા એ ક્યારેય નાશ ના થતા એવા ફેંકી દેવાયેલા પ્લાસ્ટિક ને ઉપયોગમાં લઈ પ્રદૂષણ અટકાવવાનો પ્રયાસ કર્યો છે. “ફિલ ધ બોટલ ચેલેન્જ” નામની સ્પર્ધા રાખી, ઓરડા ના બાંધકામમાં જરૂરી પ્લાસ્ટિક ની બોટલો ભેગી પાવીજેતપુર તાલુકા સેવાદન કચેરીના પટાંગણમાં ઈંટ ની જગ્યાએ પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ કરી એક ઓરડાનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ ઓરડાની બહાર ની બાજુએ બોટલો માં મહદી ના પણ મૂકી આકર્ષક બનાવી દેવામાં આવ્યું છે.
“ફિલ ધ બોટલ ચેલેન્જ” એવી સ્પર્ધા છે જેમાં પ્લાસ્ટિક ની ફેંકી દેવાયેલી બોટલો માં પ્લાસ્ટિક ના કચરા ને ભરવામાં આવે છે. જિલ્લાની શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્લાસ્ટિક પ્રદૂષણ થી થતા પર્યાવરણ ના નુકશાન અંગે માહિતગાર કરી પ્રદૂષણ અટકાવવા ફિલ ધ બોટલ ચેલેન્જ સ્પર્ધા રાખવામાં આવે છે. બાળકો ગામમાં પોતાની આસપાસના પ્લાસ્ટિકના કચરાને બોટલમાં ભરે છે ત્યારબાદ તંત્ર દ્વારા આ બોટલો નો ઉપયોગ ઈંટ ની જગ્યા કરી એક ઓરડાનું બાંધકામ કરવામાં આવ્યું છે. ફિલ ધ બોટલ ચેલેન્જમાં વિદ્યાર્થીઓ જોરશોરથી ભાગ લઈ રહ્યા છે અને પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયાના નિર્માણમાં ભાગીદાર થઈ રહ્યા છે.

ફિલ ધ બોટલ ચેલેન્જ થી બાળકોમાં પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જાગૃતતા આવી છે તો તંત્રના નવતર અભિગમને જિલ્લાના લોકો બિરદાવી રહ્યા છે જ્યારે વહીવટી તંત્ર દ્વારા આ અભિયાનને વધુ વેગ આપવા બાળકો સાથે વડીલો પણ જોડાય તે હેતુસર રતનપુર ગામમાં સ્વછતા અંગેની રેલી પણ કાઢવામાં આવી હતી. તેવા પ્રયત્નો હાથ ધરાયા છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )