રાજપીપળા અંકલેશ્વર બ્રોડગેજ રેલ્વે લાઈન સ્ટેચ્યુ સુધી કેવડિયા સુધી લંબાવવાની માંગ.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

હાલ એક જ ટાઈમ દોડતી રેલવે ને ત્રણ ટાઈમ દોડવાની માંગ ઉઠી છે.

ભરૂચ નર્મદા જિલ્લાની મુસાફરી જનતા માટે આશીર્વાદરૂપ બને રાજપીપળા અંકલેશ્વર બ્રોડગેજ રેલવે લાઈનને હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી કેવડિયા સુધી લંબાવવાની માંગ થઇ છે. હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લાખો પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે ભાડાની દ્રષ્ટિએ સસ્તી પડે તેવી માંગ સાંસદ મનસુખ વસાવા સહિત લોકો કરી ચૂક્યા છે ત્યારે આ રેલવે લઈને એક જ ટાઈમ દોડતી હોય સમય નોકરિયાતોને પ્રવાસીઓને અનુકૂળ આવતો ન હોય આ રેલ્વેને ટાઈમ જોડવાની માંગ ઉઠી છે.
અંકલેશ્વરથી રાજપીપળા વચ્ચે ની રેલવેનું પણ બ્રોડગેજમાં રૂપાંતર થયું છે. આ રેલ્વે ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક નગરી અંકલેશ્વર નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળા સાથે જોડતી કડી સમાન ગણાય છે. બ્રોડગેજ બન્યા બાદ વર્ષો વીતવા છતાં રેલવે એક સમય આવવા અને એક સમય જવા માટે એક જ સમય માટે ચાલતી હોવાથી ભરૂચ અને નર્મદા જિલ્લાની જનતાને તેનો યોગ્ય લાભ મળતો નથી, ત્યારે આ લાઇન પર ઓછામાં ઓછા ત્રણ ત્રણ ટાઇમ માટે તેનો દોડતી થાય તો રેલવે જેવી આરામદાયક અને સલામત મુસાફરી ની સેવાનો લાભ બંને જિલ્લાની મુસાફર જનતાને મળે તે જરૂરી જરૂરી છે. આ બાબતે તંત્ર આગળ આવે તેવી માંગ ઉઠી છે.

રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )