નર્મદા જિલ્લાના 314 ગામોને અલગ ગ્રામપંચાયતનો દરજજો મેળવવા આદિવાસી આમુ સંગઠનનો ઉગ્ર આંદોલન કરશે.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

અલગ ગ્રામપંચાયતનો દરજજો નહીં તો આદિવાસીઓ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી.

નર્મદા જિલ્લાનું આમુ સંગઠન મેદાનમાં આવ્યું.

આદિવાસી વસ્તી ધરાવતા નર્મદા જિલ્લાના 314 ગામોને અલગ ગ્રામપંચાયતનો દરજજો મેળવવા આદિવાસીઓ લાંબા સમયથી સરકાર સાથે વાટાઘાટો રજૂઆતો કરી અલગ રાજ્યની માગણી કરી રહ્યા હતા, પણ તે માંગણી ન સંતોષતા હવે આદિવાસીઓ લડાયક મૂડમાં આવી ગયા છે. જેને કારણે એવા અમુક ગામો વિકાસથી ઘણા દૂર રહી ગયા છે. નર્મદા જિલ્લાનું આમુ (આદિવાસી મૂળનિવાસી) સંગઠન એવા ગામડા લોકોને ન્યાય આપવા મેદાનમાં આવ્યું છે.
નર્મદા જિલ્લામાં સંગઠન પ્રમુખ મહેશ વસાવાએ જણાવ્યું છે કે જો અલગ ગ્રામ પંચાયત જોઈતી હોય તો એ ગામની 1000 ની વસ્તી હોવાની નો આઝાદી પહેલા નો પરિપત્ર છે. તે છતાં નર્મદા જિલ્લાના 341 ગામોને હજુ સુધી નિયમ મુજબ અલગ ગ્રામ પંચાયત નથી. આવા મોટા ભાગમાં ગામના લોકોએ તો ઠરાવ કરી અલગ ગ્રામ પંચાયતની માંગ પણ કરી દીધી છે. ત્યારે નર્મદા જિલ્લા પંચાયત એક એવું નવું ગતકડું કર્યું છે, કે જે ગામોને અલગ ગ્રામ પંચાયત જોઈતી હોય એ ગ્રુપ ગ્રામ પંચાયતના તમામ સભ્યો નું 20 ના સ્ટેમ્પ પેપર પર વચ્ચે ચૂંટણી આવે તો હોદ્દો છોડવા ની શરત નું સંમતિ પત્ર આપશો તો જ સરકારમાં દરખાસ્ત મોકલાશે. નાંદોદ તાલુકાના હાલમાં 810 ની વસ્તી ધરાવતા કુંવરપુરાને અલગ ગ્રામપંચાયતનો દરજજો અપાયો હતો એમની પાસે કેમ એનું સંમતિ પત્ર નથી લીધું? નર્મદા જિલ્લા ની હેલંબી ગ્રામ પંચાયતમાં 664, વરાછામાં 394, નરખડી માં 532 ની વસ્તી હોવા છતાં એ અલગ ગ્રામપંચાયતનો દરજજો મળતો હોય, તો બાકીના ગામોને કેમ નહીં? આવા પ્રશ્નો સામે આદિવાસીઓ હવે લડાયક મૂડમાં આવી જતા આગામી દિવસોમાં દરરોજ નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી આમુ સંગઠને આપી છે.

રિપોર્ટ :.જ્યોતિ જગતાપ, રાજપીપળા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )