પંચમહાલ જિલ્લામાં ૧લી ઓક્ટોબરથી તમામ તાલુકાઓની મામલતદાર કચેરીએથી ફ્રેન્કિંગ સ્ટેમ્પ પેપર ઉપલબ્ધ થશે

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ગુજરાત સરકાર દ્વારા નાગરિકોને સ્ટેમ્પ મેળવવામાં પડતી મુશ્કેલીઓ ધ્યાને લઈ આગામી તા. ૦૧/૧૦/૨૦૧૯થી નોન-જ્યુડીશીયલ સ્ટેમ્પ પેપરનું ફિઝિકલ વેચાણ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં નાગરિકોને સ્ટેમ્પ પેપર મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે દરેક તાલુકા મામલતદાર કચેરી ખાતે ઈ-સ્ટેમ્પિંગ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત ગોધરા ખાતે ધી ગોધરા સીટી કો-ઓપરેટિવ બેન્ક લિમીટેડ અને ધી ગોધરા અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ, કાલોલ ખાતે શ્રી કાલોલ અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિ. અને ઘોઘંબા ખાતે ધી ઘોઘંબા નાગરિક સહકારી બેન્ક ખાતે ફ્રેન્કિંગ સ્ટેમ્પના વેચાણની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
ઉપરોક્ત ઈ-સ્ટેમ્પિંગ સુવિધાકેન્દ્રો ખાતે જાહેર જનતાને સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં અગવડ ન પડે તે માટે તા.૦૧/૧૦/૨૦૧૯થી સવારના ૯-૦૦ કલાકથી જ્યાં સુધી ફ્રેન્કિંગ સ્ટેમ્પ મેળવવા નાગરિકો ઉપસ્થિત હોય ત્યાં સુધી તમામને ફ્રેન્કિંગ સ્ટેમ્પ ઈશ્યુ કરવામાં આવશે તેમજ સુવિધા કેન્દ્રો ચાલુ રાખવાની સૂચના પણ આપવામાં આવી છે.
સમગ્ર રાજ્યમાં તા.૦૧/૧૦/૨૦૧૯થી ફિઝિકલ સ્ટેમ્પ પેપરનું વેચાણ બંધ થતા નાગરિકોને તકલીફ ન પડે તે માટે સરકારના નિયંત્રણ હેઠળની નાણાકીય સંસ્થાઓ કે એકમો, પોસ્ટ ઓફિસો, લાઈસન્સ ધરાવતા સ્ટેમ્પ વેન્ડર, ચાર્ટડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, બંદર (પોર્ટ)ના સી એન્ડ એજન્ટ, ઈ-ગર્વનન્સ પ્લાન હેઠળ કાર્યરત કોમન સર્વિસ સેન્ટર, આરબીઆઈ રજિસ્ટર્ડ નોન બેન્કિંગ, ફાયનાન્સિયલ કંપનીઓ, લાઈસન્સ ધરાવતા નોટરી પૈકી જે વ્યકિતઓ/ સંસ્થાઓને સ્ટેમ્પ ફ્રેન્કિંગ સુવિધા કેન્દ્ર શરૂ કરવા ઈચ્છતા હોય તેમણે ગોધરા ખાતેની જિલ્લા નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન કચેરી ખાતે રજિસ્ટ્રેશન માટે અરજી કરી શકશે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )