26થી 29 સપ્ટેમ્બર સુધી બેંકોની હડતાળ, 4 દિવસ બેંક બંધ જરૂરી કામ પતાવી દો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

સરકાર દ્વારા 10 બેંકોના વિલીનીકરણ સામે બેંક યુનિયનોએ 2 દિવસની દેશવ્યાપી હડતાલ જાહેર કરી છે. બેંકની હડતાલ 26 અને 27 સપ્ટેમ્બરના રોજ થશે. ત્યારબાદ 28મી તારીખે મહિનાનો ચોથો શનિવાર અને પછી રવિવાર હોવાથી 2 દિવસ બેંકો બંધ રહેશે. આ રીતે મહિનાના અંતમાં બેંકો 4 દિવસ બંધ રહી શકે છે. 26 અને 27 સપ્ટેમ્બરના રોજ 4 બેંક યુનિયનોએ હડતાલમાં જોડાવાની ઘોષણા કરી છે. 30 ઓગસ્ટે સરકારે 4 જાહેરક્ષેત્રની 10 બેંકોના વિલીનીકરણની જાહેરાત કરી હતી.

યુનિયન બેંકોના મર્જરના વિરોધમાં
ભારતીય બેંક્સ એસોસિએશન (IBA)ને યુનિયનો તરફથી મળેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, તેઓ બેંકોના મર્જર વિરુદ્ધ હડતાલ કરશે. 10 બેંકોના મર્જરની ઘોષણા થઈ ત્યારથી જ બેંક યુનિયનોને પોતાની નોકરી જોખમમાં હોવાનો ડર સતાવી રહ્યો છે. જો કે, નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પરિસ્થિતિ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, બેંકોના મર્જરને કારણે કોઈની નોકરી નહીં જાય.
યુનિયનોએ તકેદારીમાં બાહ્ય એજન્સીઓની દખલ અટકાવવા, નિવૃત્ત થતાં કર્મચારીઓ સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ, પૂરતી ભરતી કરવા, NPS ખતમ કરવા અને ગ્રાહકો માટે સર્વિસ ટેક્સ ઘટાડવાની અને સારી કામગીરી ન કરવાના નામે અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી ન કરવાની માગ કરી છે.

સરકારનું પ્લાનિંગ આ છે
સરકારે 4 મોટી બેંકો બનાવવા માટે 10 રાષ્ટ્રીયકૃત બેંકોના વિલીનીકરણની ઘોષણા કરી છે. આ અંતર્ગત યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા અને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સને પંજાબ નેશનલ બેંકમાં મર્જ કરવામાં આવશે. ત્યારબાદ જે બેંક અસ્તિત્વમાં આવશે તે જાહેર ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક હશે. તેવી જ રીતે, સિન્ડિકેટને કેનેરા બેંકમાં મર્જ કરવામાં આવશે. અલ્હાબાદ બેંકને ઈન્ડિયન બેંકમાં મર્જ કરવામાં આવનાર છે, જ્યારે આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંક યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં મર્જ કરવામાં આવશે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )