બોડેલી તાલુકા કક્ષા નું  ડૉ.વિક્રમભાઈ સારાભાઈ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન – ૨૦૧૯ અલ્હાદપુરા પ્રાથમિક શાળા ખાતે યોજાયું

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

બોડેલી તાલુકા કક્ષા નું ડૉ.વિક્રમભાઈ સારાભાઈ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન – ૨૦૧૯ અલ્હાદપુરા પ્રાથમિક શાળા ખાતે યોજાયું હતુ . આજના આ વિજ્ઞાન પ્રદર્શન માં તાલુકાના ૧૮ ક્લસ્ટરમાંથી ૫ વિભાગમાં કુલ ૮૪ કૃતિઓને કુલ ૧૬૮ બાળવૈજ્ઞાનિકો દ્વારા રજુ કરવામાં આવી હતી . આ પ્રસંગે નાયબ જિલ્લા શિક્શણાધિકારી અને બોડેલી તાલુકા શિક્શણાધિકારી નગીનભાઈ રાઠવા , ડાયેટ લાયઝન અધિકારી કમલભાઈ પટેલ , તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ સંદીપભાઈ જયસ્વાલ , મંત્રી મુસ્તાકભાઈ મન્સુરી ,બીટ નિરીક્ષક અરવિંદભાઈ રાઠવા, પ્રદીપભાઈ પટેલ ,બંને મંડળીના પ્રમુખો બાબુભાઇ રાઠવા અને અશોકભાઈ ગઢવી ,બંને મંડળીના મંત્રીઓ રાજુભાઈ વમાઁ અને સલીમભાઇ મન્સુરી તેમજ ઉપસ્થિત ગૃપાચાયૅ મિત્રો તમામ સી.આર.સી. મિત્રો સમગ્ર એસ.એસ.એ સ્ટાફ , અલ્હાદપુરા પ્રાથમિક શાળા સહીત વિવિધ શાળાઓમાંથી ઉપસ્થિત રહેલ શિક્ષક મિત્રો, હાજર રહેલ માર્ગદર્શક શિક્ષક મિત્રો, એસ.એમ.સી. સભ્યો તેમજ ગામનાં ઉપસરપંચ તમામે હાજર રહી બાળવૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા તે બદલ તમામ આમંત્રિત મહેમાનોનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો . આ પ્રસંગે યજમાન શાળાના શિક્ષિકા નિશાબેન ધોબી નું રાજ્ય કક્ષાએથી માન્ય શિક્ષણ સચિવ રાવ સાહેબ દ્વારા પ્રમાણપત્રો એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતુ કે જેઓએ છોટાઉદેપુર જિલ્લામાં એક માત્ર ધોરણ ૨ માં સમય કરતા પહેલા ૧૦૦ % અધ્યયન નિષ્પત્તિમાં સફળતા મેળવી હતી. આ કાર્યક્રમ દરમ્યાન બોડેલી તાલુકાના પ્રતિભાશાળી બાળકોનું પણ રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા મળેલ પ્રમાણપત્ર અને બેઝથી સન્માન કરવામાં આવ્યું હતું.સાથે સાથે તાલુકાનાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલ શિક્ષક ગોવિંદભાઇ રોહિતનું પણ સન્માન કરવામાં આવ્યું હતું . એસ.આઇ તરીકે પસંદગી પામેલ સી.આર.સી. ચિરાગભાઈ મિસ્ત્રી ,મોઇનભાઈ ,તસ્લીમભાઈ શેખ તેમજ મયંકભાઈ પટેલ નું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવનાર અલ્હાદપુરા પ્રાથમિક શાળાના સમગ્ર સ્ટાફ , તાલુકા સંઘ ,જિલ્લા સંઘ ,બંને મંડળીના પ્રમુખ / મંત્રી તેમજ જેવો આજ નાં આ કાર્યક્રમમાં હાજર રહી શક્યા નથી તેમ છતાં કાર્યક્રમને સફળ બનાવવા પોતાનું યોગદાન આપેલ છે તે તમામ મિત્રોનો સમગ્ર એસ. એસ.એ પરિવાર સહિત બીઆરસી બોડેલીએ આભાર વ્યકત કર્યો હતો. ત્યારે તાલુકા કક્ષાએ થયેલ આવા આયોજન ને આવકારતા સ્પધૅક વિધ્યાથીઁઓ એ આવા આયોજનો અવાર નવાર થતા રહે કે જેથી વિદ્યાર્થીઓને તેમનામાં રહેલી કુદરતી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો લાભ મળે તેમ તેમ જણાવ્યું હતું.

પરેશ ભાવસાર
બોડેલી
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )